KHEDA : નડિયાદમાં નવજાત બાળક વેચવાનું કૌભાંડ ઝડપાયું, જાણો કેવી રીતે વેચવામાં આવતું હતું બાળક

|

Aug 20, 2021 | 2:52 PM

ખેડા એસઓજી પોલીસને આ પ્રકરની માહિતી મળી હતી કે બાળક વેચવાના કૌભાંડને ટૂંક સમયમાં અંજામ આપવામાં આવનાર છે, અ બાતમીને આધારે પોલીસે આ સાગર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

ખેડાના નડિયાદમાં એસઓજીએ પોલીસે બાળક વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસને નવજાત બાળક વેચવાઆ સમગ્ર કૌભાંડની જાણ થતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાને મોટી રકમની લાલચ આપતા હતા અને મહિલા પાસેથી તાજા જન્મેલા બાળકને ખરીદી લેવામાં આવતું હતું. ખેડા એસઓજી પોલીસે ડમી ગ્રાહકો મોકલી નવજાત બાળક વેચવાઆ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

રાજ્યમાં સરોગેટ મધર દ્વારા સંતાનપ્રાપ્તિ પર કડક પ્રતિબંધ લગાવાયા બાદ નડિયાદમાં બાળક વેચવાનું આ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલી બે મહિલાઓ દલાલ મારફતે રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાનો સંપર્ક કરતી હતી અને આવી મહિલાઓને મોટી રોકડ રકમની લાલચ આપવામાં આવતી હતી.

જે ગર્ભવતી મહિલાઓને પ્રસુતિમાં પાંચ કે છ મહિના બાકી હોય તેમને ગુજરાત લાવવામાં આવતી હતી અને નજીકની હોટલ પર તેના રોકાણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ દરમિયાન આવી ગર્ભવતી મહિલાઓના રોકાણનો તમામ ખર્ચ કૌભાંડ આચરનારા લોકો દ્વારા કરવામાં આવતો હતો. ખેડા એસઓજી પોલીસને આ પ્રકરની માહિતી મળી હતી કે બાળક વેચવાના કૌભાંડને ટૂંક સમયમાં અંજામ આપવામાં આવનાર છે, અ બાતમીને આધારે પોલીસે આ સાગર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

Next Video