JUNAGADH : ઇક્વીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં બેંક મેનેજરે આચરી 1.30 કરોડની છેતરપિંડી

|

Feb 22, 2021 | 7:39 PM

JUNAGADH : શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

JUNAGADH : શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બેંક મેનેજરે બેંક સાથે 1.30 કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના કેશ વોલ્ટમાં કરોડો રૂપિયા કેશ પડી હતી. એ રૂપિયામાં બાળકોને રમવાની ચિલ્ડ્રન બેંકની નોટો ઘૂસાડી દેવામાં આવી હતી. એક-બે નહીં, પરંતુ 1.30 કરોડની નોટો ઘુસાડી દેવામાં આવી હતી. જયારે સુરતથી બેંકના અધિકારીનું ઓડીટ આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું. હાલ બેંક સાથે છેતરપિંડી કરનાર મેનેજર સુનીલ ઘોસની પોલીસે ધરપકડ કરી છે. અને આ કૌભાંડમાં હજુ કોઇ સામેલ છે કે નહીં તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

 

Next Video