Rajkot : નકલી IPS બની રોફ જમાવતા અને તોડ કરનારા શખ્સને જસદણ પોલીસે ઝડપી પાડ્યો

|

Jul 18, 2021 | 3:03 PM

જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે જી. રાણાને બાતમી મળી હતી કે હોમગાર્ડ જવાન પાસે સાદા કપડામાં એક વ્યક્તિ પોતે IPS અને RAW નો અધિકારી હોવાનું કહી, લોકોના કામ પતાવતા માટે લોકોનો તોડ કરવાની કોશિશ કરી રહ્યો છે.

Rajkot : જસદણ પોલીસે (Jasdan Police) નકલી IPS બનીને રોફ જમાવતા અને તોડ કરનારા શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સનું નામ સંજય પટેલ છે અને તે અમદાવાદના ધંધુકા તાલુકાનો વતની છે. સંજય પટેલ પોતે IPS હોવાનું જણાવી IPS અધિકારીનું નકલી આઇકાર્ડ બતાવી લોકોને ધમકાવતો હતો તેમજ તોડ પણ કરતો હતો. જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે જી. રાણાને બાતમી મળી હતી કે હોમગાર્ડ જવાન પાસે સાદા કપડામાં એક વ્યક્તિ પોતે IPS અને RAW નો અધિકારી હોવાનું કહી, લોકોના કામ પતાવતા માટે લોકોનો તોડ કરવાની કોશિશ કરી રહ્યો છે. આ બાતમીના આધારે જસદણ પોલીસે (Jasdan Police) આ નકલી IPS સંજય પટેલને ઝડપી પડ્યો હતો અને જસદણ પોલીસના તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

Published On - 2:56 pm, Sun, 18 July 21

Next Video