Jamnagar : ખાનગી હોસ્પિટલમાંથી 22 રેમડેસિવિર ઇન્જેકશન મળતા તપાસનો ધમધમાટ શરૂ

|

May 07, 2021 | 9:38 AM

એક બાજુ કોરોનાએ જામનગર (Jamnagar) જિલ્લામાં માઝા મૂકી છે. જામનગર શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. તો રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો ખુબ ઓછો મળતો હોવાની વાત પણ સામે આવી છે.

એક બાજુ કોરોનાએ જામનગર (Jamnagar) જિલ્લામાં માઝા મૂકી છે. જામનગર શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. તો રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો ખુબ ઓછો મળતો હોવાની વાત પણ સામે આવી છે.

આ વચ્ચે જામનગરની ખાનગી હોસ્પિટલમાંથી 22 રેમડેસિવિર ઇન્જેકશન મળી આવ્યા છે. જામનગરની સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમા એસડીએમ, પોલીસ સહિતની ટીમ દ્રારા ઈન્જેક્શન માટે તપાસ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હોસ્પિટલના રેકોર્ડ પર રેમડેસિવિર ઇન્જેકશનનો 0 સ્ટોક દર્શાવ્યો છે. આ ઇન્જેક્શન મૃત્યુ પામેલા દર્દી કે હોસ્પિટલમાં સાજા થયેલ દર્દીના નામે મેળવ્યા હતા. 22 રેમડેસીવર ઇન્જેક્શન મળતા હોસ્પિટલ સામે કાર્યવાહી થઇ શકે છે.

 

નોંધનીય છે કે, જામનગર તાલુકાના 102 ગામમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોના કેસ વધતા અને દર્દીઓને ગામમાં જ સવલતો મળી રહે તે હેતુથી આવા કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. ગામની સ્કૂલ કે કોમ્યુનિટી હોલ, ગામમાં આવેલી જગ્યામાં આવી સુવિધા ઉભી કરવામાં આવી છે. તાલુકામાં કુલ 4000થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, સરપંચ, તેમજ આરોગ્ય વિભાગની ટીમના સહીયારા પ્રયાસથી ગામડામાં જ દર્દીઓને સવલતો આપવામાં આવી રહી છે.

આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવતા દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા સામે કેટલાક પડકારો ઉભા થયા છે, જેથી હવે લોકો પોતે પણ વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે અને સરકારનો બોજો ઓછો કરી રહ્યા છે. ગામડાંઓમાં હવે લોકો ભંડોળ ઉભુ કરીને કોરોના માટેના કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યા છે.

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 400 બેડની ઓક્સિજન સહિત વેન્ટિલેટરની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી આ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કર્યું.

હાલ અહીં 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે આગામી ટુંક સમયમાં વધુ 600 બેડ કાર્યરત કરાશે. હોસ્પિટલમાં વ્યવસ્થાની જો વાત કરીએ તો અહીં હોસ્પિટલમાં ઓક્સિજન સાથે વેન્ટિલેટર બેડની વ્યવસ્થા છે. નર્સિંગ અને મેડિકલ સ્ટાફ ચોવીસ કલાક કાર્યરત રહેશે ત્યારે નવી હોસ્પિટલના પગલે માત્રા જામનગર જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને લાભ થશે.

Next Video