વડોદરામાં નકલી મા અમૃતમ કાર્ડ કૌભાંડમાં આરોગ્ય કર્મચારીની સંડોવણી છે કે નહી તેની તપાસ તેજ

|

Dec 20, 2020 | 5:02 PM

વડોદરા જિલ્લામાં નકલી મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના કૌભાંડમાં તપાસ તેજ કરી દેવાઈ છે. તેવામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય વિભાગ કે એજન્સીનો કોઈપણ કર્મયારી આ કૌભાંડમાં સંડોવાયેલો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગના ધ્યાન પર બોગસ આરોગ્ય કાર્ડની […]

વડોદરામાં નકલી મા અમૃતમ કાર્ડ કૌભાંડમાં આરોગ્ય કર્મચારીની સંડોવણી છે કે નહી તેની તપાસ તેજ

Follow us on

વડોદરા જિલ્લામાં નકલી મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના કૌભાંડમાં તપાસ તેજ કરી દેવાઈ છે. તેવામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય વિભાગ કે એજન્સીનો કોઈપણ કર્મયારી આ કૌભાંડમાં સંડોવાયેલો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગના ધ્યાન પર બોગસ આરોગ્ય કાર્ડની વિગતો સામે આવતાં તેમણે આ અંગે પોલીસ કમિશનરને જાણ કરી હતી. જે બાદ પોલીસે કુલ 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં નરેશ જગજીવન, મનોજ કંચન સોની અને જીતેન્દ્ર ડાહ્યાભાઈનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વડોદરાના જ રહેવાસી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વનું છે કે આજવા રોડ પર આવેલા સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીએ કરેલી તપાસમાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે 7 એજન્ટોએ 35 લોકોના બોગસ આવકના દાખલા બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં 7 એજન્ટો સામે ગુનો નોંધાતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. આવકના બોગસ દાખલા અંગે પોલીસે તપાસ શરૂ કરતાં એજન્ટો દ્વારા લાભાર્થીઓ પાસેથી 2 હજારથી 2500 રૂપિયા લઈ આવકના નકલી દાખલા તૈયાર કરીને અસલી મા કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. આ અંગે લાભાર્થીઓનાં નિવેદન પણ લેવાયાં હતાં. જેમાં તેઓએ એજન્ટોને આવકના કોઈ પ્રમાણપત્રો ન આપ્યા હોવાનું જણાવ્યું હતું.

Next Article