ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ: એક પછી એક 100થી વધારે છોકરીઓ પર થયો બળાત્કાર, તમામ હતી નામી પરિવારની દીકરીઓ, જાણો સંપૂર્ણ કહાની

|

Jul 21, 2021 | 3:28 PM

બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓમાં મોટા અધિકારીઓની પુત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ છોકરીઓ ગરીબ કે મધ્યમ વર્ગના લાચાર ઘરની નહોતી પરંતુ શહેરના જાણીતા અને ખ્યાતનામ પરિવારોમાંથી આવતી હતી.

ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ: એક પછી એક 100થી વધારે છોકરીઓ પર થયો બળાત્કાર, તમામ હતી નામી પરિવારની દીકરીઓ, જાણો સંપૂર્ણ કહાની
પ્રતિકાત્મક તસવીર

Follow us on

વર્તમાન સમયમાં બળાત્કારની ઘટના સામે આવતાની સાથે જ દેશનું વાતાવરણ ગરમ ​​થઈ જાય છે, લોકો તેનો સામે આવીને વિરોધ કરે છે અને સત્યના સાથ માટે લડત પણ આપે છે. તો આજે આપણે વાત કરીએ 29 વર્ષ પહેલા બનેલા દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલની.

આ ઘટના છે સાલ 1992ની એક ગેંગ દ્વારા અજમેરની સોફિયા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીઓને ફાર્મ હાઉસમાં બોલાવીને બળાત્કાર કરાતો રહ્યો. પરિવારના સભ્યોને પણ ધ્યાન ન આવ્યું કે તેમની બહેન દિકરીઓ સાથે આ કૃત્ય થઈ રહ્યું હતું. બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓમાં આઈએએસ, આઈપીએસની પુત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ બધું અશ્લીલ ફોટા ખેંચીને કરવામાં આવ્યું હતું. પહેલા એક છોકરી, પછી બીજી અને આ કૃત્ય કરીને 100 કરતા વધારે છોકરીઓ સાથે બાળાત્કાર કરવામાં આવ્યો હતો. આ છોકરીઓ ગરીબ કે મધ્યમ વર્ગના લાચાર ઘરની નહોતી પરંતુ અજમેરના જાણીતા અને ખ્યાતનામ પરિવારોમાંથી આવતી હતી. સોફિયા એ અજમેરની જાણીતી ખાનગી શાળાઓમાંની એક છે.

તમને જણાવીએ કે, આ બધું કેવી રીતે થયું. આ ગુનાને અંજામ આપવા આરોપીઓએ પીડિતોના અશ્લીલ ફોટા પાડીને તેને બ્લેકમેલ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ફારૂક ચિશ્તિ નામના વ્યક્તિએ પહેલા સોફિયા સ્કૂલની એક છોકરીને ફસાવી હતી. છોકરીનો અશ્લીલ ફોટો લીધો. બાદમાં આ ફોટો દ્વારા બ્લેકમેઇલ કરીને વધુ છોકરીઓને બોલાવવામાં આવી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ભયભીત થઈને છોકરી તેની બીજી બહેનપણીઓને પણ ફાર્મ હાઉસમાં લઈ જવા લાગી. આમ આખી ચેઈન બનતી ગઈ. છોકરીઓ પર બળાત્કાર કરતા ફોટા લેવામાં આવતા હતા. ત્યાર બાદ વધુ છોકરીઓને ધમકાવીને બોલાવવામાં આવતી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, આ શાળાની છોકરીઓ પર બળાત્કાર કરવામાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ પણ સામેલ હતા.

કોણ હતા આરોપીઓ?

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ફારૂક ચિશ્તિ, નફીસ ચિશ્તિ અને અનવર ચિશ્તિ હતા. ત્રણેય યુથ કોંગ્રેસના નેતા હતા.
અધિકારીઓને પહેલાથી જ ખબર હતી પરંતુ કોમી હુલ્લડો અને તોફાનો ન થાય તે માટે કોઈ કર્યવાહિ કરવામાં નહોતી આવી. આ લોકોની દરગાહના રખેવાળો સુધીની પહોંચ હતી. ખાદિમોની પહોંચને કારણે, બળાત્કારીઓમાં રાજકીય અને ધાર્મિક બંને પાવર જોડાયેલા હતા. જે છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો તે મોટાભાગે હિન્દુ પરિવારોની હતી. અધિકારીઓને લાગ્યું હતું કે, આ કેસ જાહેર થશે તો ‘હિન્દુ-મુસ્લિમ’ નામ આપીને કોમી તોફાનો થઈ શકે છે. વહીવટીતંત્રે પણ તેમના પર હાથ મૂકતા પહેલા વિચાર કરવો પડ્યો હતો. ઘટનાની જાણ હોવા છતાં તેઓ કાઈ જ કરી શક્યા નહોતા.

જ્યારે અજમેર મહોલ્લા સમૂહ એનજીઓએ આ કેસ માટે લડવાનું શરૂ કર્યું ત્યારે મોતની ધમકીને કારણે તેના કાર્યકર પણ પાછળ હટી ગયા. એવું કહેવામાં આવે છે કે, કમ્યૂનિસ્ટ વકીલ પરસમ શર્માને પણ કેસ બંધ કરવાની ધમકી મળી હતી. યુવતીઓના પરિવારજનોએ આગળ આવવાની ના પાડી દીધી હતી.

છોકરીઓ કરવા લાગી આત્મહત્યા

જેમની તસવીરો લેવામાં આવેલી તેમાની ઘણી છોકરીઓએ આત્મહત્યા કરી હતી. એક જ સમયે 6-7 છોકરીઓ મૃત્યુ પામી હતી. ન તો સમાજ આગળ આવી રહ્યો હતો, ન તેના પરિવારના સભ્યો. હતાશ થઈને આ છોકરીઓએ આ પગલું ભર્યું હતું. એક જ સ્કૂલની છોકરીઓએ સાથે મળીને આત્મહત્યા કરવી તે વિચિત્ર હતું. આ બાબત પછીથી કેસને ઉજાગર કરવામાં મદદરૂપ થઈ.

બાદમાં એક એનજીઓએ તપાસ કરી. ફોટા અને વીડિયો દ્વારા 30 છોકરીઓના ચહેરાની ઓળખ થઈ. તેઓ ગયા અને વાત કરી. કેસ દાખલ કરવા જણાવ્યું હતું. પરંતુ ઘણા પરિવારોએ સમાજમાં નિંદાના નામે ના પાડી હતી. ફક્ત 12 છોકરીઓ જ કેસ દાખલ કરવા માટે સહમત થઈ હતી. બાદમાં ધમકીઓ મળતાં 10 છોકરીઓ પણ પાછળ હટી ગઈ હતી. બાકીની 2 યુવતીઓ જ કેસ આગળ ધપાવી રહિ હતી. આ છોકરીઓએ 16 પુરુષોની ઓળખ આપી હતી.

ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ

જ્યારે આ વાત બહાર આવી ત્યારે ત્યાં ખળભળાટ મચી ગયો હતો. તેને ભારતનો અત્યાર સુધીનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ માનવામાં આવતું હતું. આ કેસમાં મોટા વિવાદોની આગ સળગાવવામાં આવી હતી, પરંતુ આ મામલે જે પણ લડત આપવા આગળ આવે તેને ધાકધમકી આપાતી હતી. તત્કાલીન અધિકારીઓએ સાંપ્રદાયિક તનાવ ન ઉભો થાય તેનું બહાનું આપીને આરોપીઓને બચાવ્યા. તેમનો ડર એટલો હતો કે ઘણી છોકરીઓએ પણ આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ તેમની સામે બોલી ન શકી.

મીડિયા એટલું શક્તિશાળી નહોતું!

તમને જણાવી દઇએ કે આ તે સમય હતો જ્યારે મીડિયા એટલા શક્તિશાળી નહોતા અને સોશિયલ મીડિયાનો ઉદય પણ નહોતો થયો. આ સિવાય લોકો આવા કિસ્સાઓમાં નિંદાના ડરથી મૌન રાહેવા ઘરની છોકરીઓને કહેતા હતા. આ ઘૃણાસ્પદ ગુનાના કિસ્સામાં, કેટલાક પોલીસ અધિકારીઓ અને થોડા મહિલા સંગઠનોના પ્રયત્નો છતાં પીડિતોનાં પરિવારો આગળ આવી રહ્યા ન હતા.

આરોપીઓ સાથે શું થયું?

1994 માં પુરુષોત્તમ નામના આરોપીએ જામી પર છૂટ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસનો પહેલો ચુકાદો છ વર્ષ પછી આવ્યો. અજમેર જિલ્લા અદાલતે 8 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. આ દરમિયાન ફારૂક ચિશ્તિએ તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. જેના કારણે તેની સુનાવણી બાકી હતી. બાદમાં, જિલ્લા અદાલતે 4 આરોપીઓની સજા ઘટાડીને 10 વર્ષની જેલ માટે મોકલી દીધી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષની જેલની સજા પૂરતી છે.

સજા ઓછી થયા બાદ રાજસ્થાન સરકારે 10 વર્ષની આ સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ સાથે જેલમાં રહેલા 4 આરોપીઓએ 10 વર્ષના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકાર અને આરોપી બંનેની ફાઇલોને નકારી કાઢી હતી. અન્ય એક આરોપી સલીમ નફીસને 19 વર્ષ બાદ 2012 માં પકડાયો હતો. તે જામીન પર પણ બહાર આવ્યો હતો. બહાર આવ્યા બાદ તેના વિશે કોઈ સમાચાર નથી.

 

આ પણ  વાંચો: Lifestyle : લગ્ન પછી દુલ્હનના મનમાં આવે છે આ સવાલો, આ વાંચી તમને પણ યાદ આવશે તમારા દિવસો

આ પણ વાંચો: Cricket : ભારતીય ક્રિકેટ ટીમે જોઇ ભારતીય ક્રિકેટ ટીમની મેચ, BCCI એ શેર કર્યો વીડિયો

Published On - 2:53 pm, Wed, 21 July 21

Next Article