ગુરૂગ્રામનાં ઘંટાલગુરૂ,યૂ-ટ્યુબ પરથી આઈડિયા લીધો અને છાપવા લાગ્યા 100 તેમજ 200ની નકલી નોટ,આખરે ઝડપાયા

|

Aug 04, 2020 | 5:46 PM

ગુરૂગ્રામનાં સાહિબ કુંજ ન્યૂ પાલમ વિહારમાં ભાડાનું મકાન લઈને 100 અને 200 રૂપિયાની નકલી નોટ છાપવા વાળી ગેંગનો પર્દાફાશ ગુનાખોરી વિભાગ સેક્ટર-10 દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે સોમવારે રેડ પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ યૂ-ટ્યુબ પરથી આઈડિયા લઈને 20 દિવસ પહેલા નોટ છાપવાની શરૂઆત કરી હતી. આરોપી એક હજાર રૂપિયામાં પાંચ હજારની […]

ગુરૂગ્રામનાં ઘંટાલગુરૂ,યૂ-ટ્યુબ પરથી આઈડિયા લીધો અને છાપવા લાગ્યા 100 તેમજ 200ની નકલી નોટ,આખરે ઝડપાયા
http://tv9gujarati.in/gurugram-na-ghan…i-aakhre-zadpaya/

Follow us on

ગુરૂગ્રામનાં સાહિબ કુંજ ન્યૂ પાલમ વિહારમાં ભાડાનું મકાન લઈને 100 અને 200 રૂપિયાની નકલી નોટ છાપવા વાળી ગેંગનો પર્દાફાશ ગુનાખોરી વિભાગ સેક્ટર-10 દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે સોમવારે રેડ પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ યૂ-ટ્યુબ પરથી આઈડિયા લઈને 20 દિવસ પહેલા નોટ છાપવાની શરૂઆત કરી હતી. આરોપી એક હજાર રૂપિયામાં પાંચ હજારની નકલી નોટ આપી રહ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી બે પ્રિન્ટર, બે કટર, એક સ્કેલ, સફેદ કાગળ અને નકલી છાપેલી 19100ની નોટો પણ કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમણે ઘર ભાડે આપવાનું છે તે બોર્ડ બાંચીને ઘરને ભાડે લીધુ હતું, 45000ની નોટને છાપ્યા બાદ આશરે બે હજાર રૂપિયાની નોટ ચેક કરવા માટે બજારમાં ચલાવી જોઈ હતી. ગુનાખોરી વિભાગનાં સેક્ટર 10 ઈન્ચાર્જને આ અંગે માહિતિ મળી હતી કે મકાનમાં નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે.

આરોપીઓ એક હજાર રૂપિયા લઈે પાંચ હજારનાં નકલી નોટ વેચી રહ્યા હતા જે માટે સાદા ડ્રેસમાં એક ટીમ તૈયાર કરવામાં આવી અને ગ્રાહક પણ ઉભો કરવામાં આવ્યો કે જેણે 500-500ની બે નોટ આપી પાંચ હજારની નકલી નોટ મેળવી હતી. નકલી નોટ મેળવતા જ પોલસને ઈશારો મળી ગયો અને ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા.

Next Article