ગુજસીટોકનો આરોપી નિખીલ દોંગા ભૂજ હોસ્પિટલમાંથી ભાગ્યો

|

Mar 29, 2021 | 3:14 PM

ભૂજની ( bhuj ) સિવીલ હોસ્પિટલમાંથી ગુજસીકોટનો ( gujctoc ) આરોપી નિખીલ દોગા ફરાર થઈ ગયો છે. રાજકોટની ગોડલ જેલમાં (gondal jail) બેસીને ગુનાખોરીને અજામ આપતા નિખીલ દોગાને ભૂજની પલારા જેલમાં ખસેડ્યો હતો.

ભૂજની ( bhuj ) સિવીલ હોસ્પિટલમાંથી ગુજસીકોટનો ( gujctoc ) આરોપી નિખીલ દોગા ફરાર થઈ ગયો છે. રાજકોટની ગોડલ જેલમાં (gondal jail) બેસીને ગુનાખોરીને અજામ આપતા નિખીલ દોગાને ભૂજની પલારા જેલમાં ખસેડ્યો હતો. ભૂજની પલારા જેલમાં પોતાનું ધાર્યુ ના થતા, નિખીલ દોગા બિમાર થઈ ગયો હતો. જેને સારવાર માટે જેલ સત્તાવાળાઓએ ભૂજની સિવીલ હોસ્પિટલમાં (civil hospital ) ખસેડ્યો હતો.

ભૂજની સિવીલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી નિખીલ દોગા બંદોબસ્તમાં રહેલ પોલીસને ચકમો આપીને મધરાત્રે ફરાર થઈ ગયો હતો. ગુજસીટોકનો આરોપી નિખીલ દોગા ફરાર થઈ જતા, ભૂજની પોલીસ હરકતમાં આવી હતી. અને કચ્છ જિલ્લાની બહાર જતા તમામ ધોરીમાર્ગ ઉપર ચોકી પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં માંદગીના બિછાનેથી ફરાર થયેલ નિખીલને ગમે ત્યાથી ઝડપી પાડવા કચ્છ સહીત રાજકોટ પોલીસ પણ સક્રીય થઈ છે. ગુજરાતભરમાં નાકાબંધી કરવાના આદેશ ગુજરાત પોલીસે કર્યા છે. દરમિયાન કચ્છ પોલીસે હાથ ધરેલ પ્રાથમિક તપાસમાં નિખીલના બે સાગરીતોએ દોગાને ભગાડી જવામાં મદદ કરી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે નિખીલને વહેલી તકે ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ઘકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના ( gondal ) તંત્રને ખરીદી લીધુ હોય તેમ. જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો. આ ઘટનાની જાણ, રાજકોટ જિલ્લા પોલીસ વડાને થતા, તેમણે ગોડલ જેલના જેલર ડી કે પરમાર ( d k parmar ) સામે ફરિયાદ નોધીને કાનુની કાર્યવાહી હાથ ધરી હતીં. નિખીલ દોગા સામે કુલ છ ગુન્હાઓ નોંધાયેલા છે.

 

Published On - 2:45 pm, Mon, 29 March 21

Next Video