GUJARAT : RR સેલને બંધ કરવાનો નિર્ણય, ટૂંક સમયમાં પોલીસ બોડી પર કેમેરો લાગશે : રૂપાણી

|

Jan 22, 2021 | 4:54 PM

GUJARAT : લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે.

GUJARAT : લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી. સીએમ રૂપાણીએ કહ્યું કે ‘કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે માથાભારે તત્વો માથું ન ઉંચકે તે માટે લેન્ડગ્રેબિંગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં ન કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. આ અંગે સરકારે અધિકારીઓને છૂટો દોર આપ્યો છે.

 

 

હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે કે ઓછામાં ઓછી ચોક્કસ સજા પડે અને ભ્રષ્ટાચારીઓ પર ધાક બેસાડવી પડે. આવક કરતાં વધુ મિલકતના કેસમાં તો સાત મહિના આઠ મહિના એક કેસમા જતા હોય છે. ત્યારે આવા કેસ માટે જરૂરિયાત મુજબ વધારે સ્ટાફ, સાધનો, ટેકનોલોજી આપણે આપી રહ્યા છે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 1995થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યક્તિ નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે આરઆરસેલની નાબૂદી કરી અને એસપીની સત્તામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત હાલની સ્થિતિને જોતા સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

Published On - 2:52 pm, Fri, 22 January 21

Next Video