વધુ એક ડ્રગ્સ રેકેટ : ગુજરાતના દરિયાકાંઠેથી વધુ 120 કરોડનું 24 કિલો ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ

|

Nov 17, 2021 | 9:33 PM

Drugs In Gujarat : ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.

GUJARAT : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું છે. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી છે. સાથે જ ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.

આ પહેલાં મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીને ઝડપ્યા છે.. હાલ પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા છે.. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું.. જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.હેરોઈનના આ જથ્થા સાથે ગુજરાત ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.. જેમાં સામે આવ્યું હતું કે આ હેરોઈન પંજાબ મોકલવાનું હતું.. જેથી પોલીસે પંજાબના પાંચ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં કરોડોના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે. તો બીજી તરફ પાકિસ્તાનથી ડ્રગ્સ મોકલનાર ઝાહિતના પિતા પણ ઈન્ડોનેશિયામાં 600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા છે.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા, કોરોના સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચાર

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન ‘દેશમાં 2070 સુધી ભાજપ રહેશે’, કહ્યું ‘જીત માટે રોડમેપ તૈયાર કરવો પડશે’

Next Video