VADODARA : ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:09 PM

Gotri Rape Case : 30 સપ્ટેમ્બરે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.

VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી રાજુ ભટ્ટના વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા રાજુ ભટ્ટ 6 ઓકટોબર બુધવારે સવારે 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે. રાજુ ભટ્ટના પ્રથમ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.રવિવાર હોવાથી અરજન્ટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

30 સપ્ટેમ્બરે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપી રાજુ ભટ્ટના વધારે 3 દિવસના રિમાન્ડ આપતા જ હવે દુષ્કર્મ કેસના અનેક સવાલોના જવાબ મળશે. પોલીસ હવે રાજુ ભટ્ટની ઉલટ તપાસ કરશે અને અત્યાર સુધી તે ક્યાં ક્યાં છુપાયો હતો, છૂપાવવા અને ભગાડવામાં તેને કોણે કોણે મદદ કરી હતી તે અંગે વધુ પુછપરછ કરશે. સાથે જ રાજુ ભટ્ટને કોણે કોણે આશરો આપ્યો તે અંગે પણ પોલીસ તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટે કોર્ટમાં સહઆરોપી અશોક જૈનને ન ઓળખતો હોવાની વાત કરી હતી. ત્યારે અશોક જૈન સાથેના સંબંધો અંગે પણ રાજુ ભટ્ટની વધુ પુછપરછ કરવામાં આવશે. ત્યારે જોવાનું એ છે કે દુષ્કર્મ કેસમાં હવે વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.

આ પણ વાંચો : JAMNAGAR : વાણિજ્ય ઉત્સવમાં બ્રાસ ઉદ્યોકારોને ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ માર્ગદર્શન આપ્યું

આ પણ વાંચો : નટુકાકાનું નિધન, તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન

Published on: Oct 03, 2021 08:08 PM