Gir Somnath: સિંહ પજવણીના કેસમાં કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી

|

Mar 08, 2021 | 10:28 PM

Gir somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં થયેલી સિંહ પજવણીના કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી છે, જ્યારે એક આરોપી નિર્દોષ છૂટ્યો છે.

Gir somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં થયેલી સિંહ પજવણીના કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી છે, જ્યારે એક આરોપી નિર્દોષ છૂટ્યો છે. આ આરોપીઓને સજા આપવાની સાથે જ કોર્ટે પજવણીની જગ્યા એટલે કે ખેતરને ખાલસા કરવાનો આદેશ કર્યો છે. ગીર ગઢડામાં થયેલી સિંહ પજવણીના કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 5 આરોપીઓને 3 વર્ષનો સજા ફટકારી છે, જ્યારે 1 આરોપીને 1 વર્ષની સજા આપી છે. ઉલ્લેખનીય છે કે સિંહનાં ગેરકાયદેસર દર્શન માટે મુરઘીને સિંહ સમક્ષ ફેકાતી અને સિંહએનો શિકાર કરે તેનો વિકૃત આનંદ માણતા આ નબીરાઓના વીડિયો સામે આવ્યા હતા.

 

 

 

આ પણ વાંચો: Ahmedabad: સોલામાં વૃદ્ધ દંપત્તિ હત્યાકેસમાં હત્યારાઓની ઓળખ થઈ, 3 રાજ્યોમાં તપાસ શરૂ

Next Video