ગાંધીનગરમાં નશાના કારોબારનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા

યુવાધનને નશેડી બનાવવાના કારસાનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. અને SOG પોલીસે સેક્ટર-2માંથી સાડા સાત લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.પોલીસને મળેલી બાતમીને આધારે રેડ કરીને ઋષિ દવે નામના યુવકની અટક કરી હતી. જેની તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સની કુલ 151 જેટલી ટેબ્લેટ મળી આવી હતી. જેની કુલ કિંમત […]

ગાંધીનગરમાં નશાના કારોબારનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા
| Updated on: Oct 19, 2020 | 10:37 PM

યુવાધનને નશેડી બનાવવાના કારસાનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. અને SOG પોલીસે સેક્ટર-2માંથી સાડા સાત લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.પોલીસને મળેલી બાતમીને આધારે રેડ કરીને ઋષિ દવે નામના યુવકની અટક કરી હતી. જેની તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સની કુલ 151 જેટલી ટેબ્લેટ મળી આવી હતી. જેની કુલ કિંમત 7.5 લાખ રૂપિયા થવા જાય છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં મોઢેરા વિસ્તારોને નેહલ સાલવી નામનો યુવક ઋષિને આ ટેબ્લેટ પહોંચાડતો હતો. ત્યારે હાલ પોલીસે બંને આરોપીને મોબાઇલ, કાર સહિત 10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો