Gandhinagar: દહેગામ તાલુકા કો-ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટીવ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ

|

Jul 17, 2021 | 1:58 PM

વર્ષ 1926 માં દહેગામના ખેડૂતની જમીન ભાડા પેટે આપવાના કરાર થયા હતા. વર્ષ 2020 માં ભાડા કરાર પૂરા થવા છતાં જગ્યા ખાલી ન કરતાં ફરિયાદ દાખલ થઈ.

Gandhinagar: દહેગામ તાલુકા કો-ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટીવ (Chief Executive of Dehgam Taluka Co-Operative Processing Society) સામે લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 1926 માં 94 વર્ષ માટે 65 રૂપિયાના ભાડે આપેલી જમીન કરાર પૂર્ણ થયા બાદ પણ ખાલી ન કરતા ફરિયાદ નોંધાઈ છે.

વર્ષ 1926 માં દહેગામના ખેડૂતની જમીન ભાડા પેટે આપવાના કરાર થયા હતા. વર્ષ 2020 માં ભાડા કરાર પૂરા થવા છતાં તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટીવે જગ્યા ખાલી ન કરતાં ફરિયાદ દાખલ થઈ હતી.

20 વર્ષથી ભાડાની રકમ પણ ન ચૂકવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ખેડૂત પુત્રએ કરેલી ફરિયાદના પગલે જિલ્લા કલેકટરે હુકમ કર્યો હતો. જેને લઈને દહેગામ પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે.

Next Video