SURAT : ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખની છેતરપિંડી, જાણો ઠગબજોએ કેવો પ્લાન બનાવ્યો

|

Jan 04, 2022 | 12:09 PM

Crypto Arbitrage Fraud in Surat : આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી મનોજે સુરતના 4 લોકોને મોટા વળતરની લાલચ આપી 2 કરોડ 66 લાખનું રોકાણ કરાવ્યું હતું.

SURAT :  ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખની છેતરપિંડી, જાણો ઠગબજોએ કેવો પ્લાન બનાવ્યો
Crypto Arbitrage investment Fraud in Surat

Follow us on

પોલીસ દ્વારા મનોજની તપાસ કરતા તેના વોલેટમાંથી 15 કરોડ 64 લાખના 42 બીટકોઈન પણ મળ્યા

SURAT : સુરતમાં તાજેતરમાં જ છેતરપિંડી થયાના ઘણા કેસો સામે આવી ગયા છે. ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યા છે. ગુજરાતમાં જ્યારે પણ બીટકોઈનની વાત સામે આવે ત્યારે સુરત મોખરે રહે છે. તેમ આવી ચેન સિસ્ટમમાં પણ સુરતના લોકો પણ અગાઉ ભોગ બની ચુક્યા છે ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું જેમાં આ ગેંગનો મુખ્ય પ્રમોટર ચંડીગઢથી પકડાયો છે.

જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી આઇમેક્સ કેપિટલ કંપનીના નામે કરોડો રૂપિયા ઉસેટી લીધા હતા દૈનિક 1 ટકા કમિશનની સુરત ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ ઉપર રોજનું એક ટકા કમિશનની લાલચ આપી આઇમેક્સ કેપિટલ અને આઇમેક્સ ગ્લોબલ નામની બનાવટી કંપની ઉભી કરી કરોડોની છેતરપીંડી કરનારી જયપુરની ત્રિપુટી વિરૂદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં 2 કરોડ 65 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી.

સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં મુખ્ય પ્રમોટર કહેવાતા અને જયપુરમાં ઝડપાયા બાદ ભાગીને ચંદીગડની હોટેલમાં છુપાઇ રહેલાં મનોજ પટેલને ઝડપી લીધો હતો. જેમાં ECO સેલના ACP વી કે પરમાર અને PSI ગણપત સુથારની ટીમ દ્વારા આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુરોહિત એન્ડ કંપનીના નામે ટેક્ષ કન્સલટન્સીની પેઢી ધરાવતાં રામદયાલ વલ્લભદાસ પુરોહિતે જયપુરનાં મનોજ રામદીન પટેલ, યુસુફ ઉર્ફે શેરઅલી અને અવિકા વિજય મિશ્રા વિરૂદ્ધ ગત 10 ડિસેમ્બરના રોજ ગુનો નોંધાવ્યો હતો જેમાં રામદયાલના પરિચિત મારફત 2019 માં અલથાણની બ્લીસ હોટેલમાં જાયપુરના મનોજ રામદીન પટેલ સાથે મુલાકાત થઇ હતી.

પોતાની કંપની આઇમેક્સ કેપિટલનું થાઇલેન્ડમાં રજિસ્ટ્રેશન થયું હોવાનું અને તેમની કંપની ફોરેક્ષ ટ્રેડિંગ તથા ક્રિપ્ટો કરન્સીમાં આરબીટ્રેજ ઉપર રોજનું એક ટકાનું વળતર આપતી હોવાનું જણાવતાં આ ટેક્ષ કન્સલટન્ટ તથા તેના ચાર પરીચિતોએ રૂ. 2,66,67,750નું રોકાણ કર્યું હતું.તેમાંથી માત્ર સાગર પટેલને જ રૂ.51,150 નફા તરીકે પરત મળ્યા હતા.

દરમિયાન આ ટોળકીના સભ્યો જયપુરમાં ઝડપાઇ જતાં આ કંપની ફોડ હોવાની જાણ થઇ હતી. મનોજની વાત કરવામાં આવે તો હાઈફાઈ સ્ટાઈલમાં મોજશોખથી જીવતો હતો. 7 સ્ટાર હોટેલ સિવાય અન્ય હોટેલમાં રોકાણ પણ નહતો કરતો.તેની સાથે બીજા લોકોએ રોકાણ કર્યું હતું તે લોકો પણ શંકાની ભૂમિકામાં છે કારણ કે તે લોકોએ પણ બીજા લોકોના રૂપિયા આમાં નખાવ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે.

આ સમગ્ર કૌભાંડમાં મનોજ મુખ્ય પ્રમોટર હતો અને તેણે જ બનાવટી કંપની ઉભી કરી હતી જેને કોર્ટમાં રજૂ કરી તેના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મનોજની તપાસ કરતા તેના વોલેટમાંથી 15 કરોડ 64 લાખના 42 બીટકોઈન પણ મળ્યા. આખરે આ ટોળકીએ ભારતમાંથી કરોડોની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.આ સમગ્ર કૌભાંડની તપાસમાં અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ARVALLI : ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું ધરી દીધું, જાણો કોના ત્રાંસથી આ પગલું ભર્યું?

આ પણ વાંચો : SURAT : SOGએ 35 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી, જાણો ક્યાં છુપાવ્યો હતો ગાંજો ?

Published On - 12:08 pm, Tue, 4 January 22

Next Article