પાકિસ્તાનમાં TikTok વીડિયો બનાવતી વખતે એક યુવતી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા

|

Feb 03, 2021 | 12:10 PM

પાકિસ્તાનમાં ચાર લોકોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ચારેય વ્યક્તિ ટિકટોક (Tiktok) પર વિડીયો બનાવતા હતા

પાકિસ્તાનમાં TikTok વીડિયો બનાવતી વખતે એક યુવતી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા
પાકિસ્તાનમાં ટીકટોક વિડીયો બનાવવાના મુદ્દે ચારની હત્યા

Follow us on

પાકિસ્તાનના કરાચી શહેરના પોશ વિસ્તારમાં કારમાં સવાર એક મહિલા સહિત ચાર લોકોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ચારેય વ્યક્તિ ચાઇનીઝ વિડિઓ એપ્લિકેશન ટિકટોક (Tiktok) પર વિડીયો બનાવતા હતા. જ્યારે ઘટના બની તે સમયે પણ તેઓ ટિકટોક વિડીયો બનાવી રહ્યા હતા.

Tiktok વીડિયો બનાવતી વખતે હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર બે લોકોની ઓળખ મુસ્કાન અને આમિર તરીકે થઈ છે. જ્યારે અન્ય બે લોકો હતા તે તેમના મિત્રો રેહાન અને સજ્જાદ છે. મુસ્કાને આમિરને સોમવારે મળવા બોલાવવા ફોન કર્યો હતો. આ બાદ આમિર કારમાં તેના બંને મિત્રો સાથે મુસ્કાનને મળવા આવ્યો હતો. ચારેય લોકો શહેરમાં ફરતા હતા અને Tiktok માટે વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.

યુવતી કારમાં અને ત્રણ યુવકોની બહાર મૃત હાલતમાં મળ્યા
યુવતી કારમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે ત્રણેય યુવાનો કારની બહાર મૃત હાલતમાં હતા. મૃત્યુ પામેલા ત્રણ યુવાનોનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ ઇતિહાદ શહેરના વિસ્તારમાં હવાઈ ફાયરિંગ કરી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

પાકિસ્તાનમાં બેન કરાયું હતું Tiktok
પાકિસ્તાનમાં અગાઉ ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક પર ઓક્ટોબરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બાદમાં નવ દિવસ પછી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

Next Article