Farmers Protest: લાલ કિલ્લા હિંસાના માસ્ટર માઈન્ડ આરોપી દીપ સિદ્ધુની થઇ ધરપકડ

|

Feb 09, 2021 | 9:32 AM

Farmers Protest દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ બનેલી દિલ્હી હિંસાના મુખ્ય સૂત્રધાર દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. દીપ સિદ્ધુના માથા પર દિલ્હી પોલીસે એક લાખનું ઇનામ જાહેર કર્યું  હતું.

Farmers Protest કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 76 મો દિવસ છે. આ દરમિયાન દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ બનેલી દિલ્હી હિંસાના મુખ્ય સૂત્રધાર દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. દીપ સિદ્ધુના માથા પર દિલ્હી પોલીસે એક લાખનું ઇનામ જાહેર કર્યું  હતું. દીપ સિદ્ધુની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દ્વારા કરવામાં આવી.

દીપની થઇ ધરપકડ

દીપ સિદ્ધુની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી દીપ સિદ્ધુ 26 જાન્યુઆરીથી ફરાર હતો. ત્યાર બાદ તે સોશિયલ મીડિયામાં ઘણો એક્ટીવ હતો. આખરે પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે.  દિપ સિવાય લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનાર ભૂતપૂર્વ ગેંગસ્ટર લખા સિધના અને જુગરાજ હજુ સુધી ઘૂમ છે. દિલ્હી પોલીસે હિંસા કરનારા લગભગ 50 લોકોની તસવીરો પણ બહાર પાડી છે.

 

 

Published On - 9:31 am, Tue, 9 February 21

Next Video