Farmer Protest: દિલ્હીમાં ખેડુત રેલી દરમિયાન હિંસા મામલે 22 FIR દાખલ, પોલીસનો એક્શન પ્લાન શરૂ

|

Jan 27, 2021 | 1:02 PM

ત્રણેય નવા કૃષિ કાયદાઓનો વિરોધમાં ગઇકાલે ગણતંત્ર દિવસ પર જ દેશની રાજધાનીમાં હિંસક દેખાવો બાદ દિલ્લી આજે સંપૂર્ણ શાંત છે. ગઇકાલે કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્લીમાં ટ્રે્ક્ટર રેલી દરમિયાન અનેક સ્થળે તોડફોડ અને હિંસાચાર થયા હતા. પોલીસે આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 22 FIR દાખલ કરી છે અને હજુ વધુ FIR દાખલ થઇ શકે છે. તોડફોડ અને […]

ત્રણેય નવા કૃષિ કાયદાઓનો વિરોધમાં ગઇકાલે ગણતંત્ર દિવસ પર જ દેશની રાજધાનીમાં હિંસક દેખાવો બાદ દિલ્લી આજે સંપૂર્ણ શાંત છે. ગઇકાલે કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્લીમાં ટ્રે્ક્ટર રેલી દરમિયાન અનેક સ્થળે તોડફોડ અને હિંસાચાર થયા હતા. પોલીસે આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 22 FIR દાખલ કરી છે અને હજુ વધુ FIR દાખલ થઇ શકે છે. તોડફોડ અને હિંસામાં 230 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાંથી એકની હાલત નાજુક છે, તો ગઇકાલે દિલ્લીમાં થયેલી હિંસા બાદ દિલ્લી હવે પેરામિલિટ્રી ફોર્સના હવાલે છે. ગઇકાલે ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ યોજી રહેલા ખેડૂતોએ દિલ્લીને જાણે કે યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું.

પોલીસકર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવાની કોશિશ, બસો અને ગાડીઓમાં તોડફોડ, પથ્થરમારા બાદ કેટલાક ખેડૂતોએ લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લહેરાવી દીધો. લાલ કિલ્લા પાસે અનેક પોલીસકર્મીઓએ દિવાલ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો તો બીજી તરફ, ITOમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલટી જતા તેનું મોત થયું. મહત્વનું છે કે, ખેડૂતોએ પોલીસ સાથે ટ્રેક્ટર રેલીના રૂટને લઇને બનેલી સહમતિનું ઉલ્લંઘન કર્યું અને કૃષિ કાયદાઓના વિરોધમાં હજારો ખેડૂતોએ પોલીસ બેરિકેડ્સ તોડ્યા અને દિલ્લીમાં પ્રવેશ કરીને પોલીસ સાથે હિંસક ઘર્ષણ કર્યું. હિંસા બાદ દિલ્લી સહિત NCRમાં પોલીસ એલર્ટ મોડ પર છે. લાલ કિલ્લાને અડધી રાતે ખાલી કરવામાં આવ્યો. દિલ્લી અને હરિયાણાના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

તો મધ્ય દિલ્લી હિંસા પર સૂત્રોથી મોટા સમાચાર સામે આવ્યા છે…પંજાબના ગેંગસ્ટર લખ્ખા સદાનાની ભૂમિકાની તપાસ થશે..પોલીસ પર હુમલામાં લખ્ખા અને તેના નજીકના લોકોની ભૂમિકા હોય શકે છે…મહત્વનું છે કે, લખ્ખા સદાના પર પંજાબમાં 2 ડઝનથી વધારે કેસ દાખલ છે અને ખેડૂત આંદોલનમાં તેની સક્રિયતા જોવી મળી છે.

 

 

Next Video