Ahmedabad: વૃધ્ધ દંપતિ હત્યા કેસ, પોલીસને હાથ લાગ્યા CCTVના મહત્વના ફુટેજ, કેસ ઉકેલવા સમગ્ર ક્રાઈમ બ્રાન્ચ લાગ્યુ ધંધે

|

Mar 07, 2021 | 8:20 AM

Ahmedabad: સોલા હેબતપુરમાં લૂટ સાથે વૃધ્ધ દંપતિની કરાયેલ હત્યા કેસમાં તપાસમાં ઝંપલાવનાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સીસીટીવી ફુટેજ હાથ લાગ્યા છે. હત્યારાઓ બાઈક ઉપર આવ્યા હોવાનુ સીસીટીવી ફુટેજના આધારે સામે આવ્યુ છે. પોલીસ માટે પડકારરૂપ બનેલ લુંટ વીથ મર્ડર કેસ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાત દિવસ ધંધે લાગ્યુ છે.

અમદાવાદના સોલા હેબતપુર વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસમાં વૃધ્ધ દપંતિની હત્યા કેસમાં પોલીસને સીસીટીવી (CCTV ) હાથ લાગ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વૃધ્ધને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ કેસ પણ અગાઉના કેસની માફક વણઉકેલ્યો ના રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં ઝંપલાવ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને હાથ લાગેલા સીસીટીવી (CCTV )ના આધારે હત્યારાઓની ઓળખ હાથ ધરવાનો પ્રયાસ કર્યો છે. સતત સીસીટીવી (CCTV )નુ નિરીક્ષણ કર્યા બાદ, ક્રાઈમ બ્રાન્ચ એ તારણ ઉપર આવી છે કે, હત્યારાઓ બે બાઈક ઉપર આવ્યા હતા. આના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરીને બનાવ સ્થળેથી લઈને ઘાટલોડીયા સુધીના લગભગ 150 થી 200 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજનુ નિરીક્ષણ કર્યુ છે. અમદાવાદ પોલીસ માટે પડકારરૂપ બનેલ વૃધ્ધ દપંતીની હત્યાકેસનો ઉકેલ લાવવા માટે સમગ્ર ક્રાઈમ બ્રાન્ચ ધંધે લાગ્યુ છે.

Published On - 8:11 am, Sun, 7 March 21

Next Video