Ahmedabad: રેમડેસિવિર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ SOGએ ઝડપ્યું, ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ

|

Apr 29, 2021 | 12:45 PM

SOGએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં દરોડા પાડીને 24 ઇન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયરી ડેટ વગરના રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા છે.

અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ SOGએ ઝડપ્યું છે. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. SOGએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં દરોડા પાડીને 24 ઇન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયરી ડેટ વગરના રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા છે.

મિલન સવસવિયા નામના કર્મચારી રેમડેસિવિર ઇન્જેક્શન કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. ત્યારબાદ હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતો હતો. ઉંચા ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા માટે કાવતરું રચ્યું હતું. SOGએ ઇન્જેક્શનને લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં મદદ લીધી.

 

આ પણ વાંચો: Kutch: સ્વામિનારાયણ મંદિર દ્વારા કન્યા વિદ્યામંદિર કોવીડ સેન્ટરમાં ફેરવાયું, શાળામાં 150 બેડનો આઇસોલેસન વોર્ડ શરૂ કરાયો 

Next Video