Surat: નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનું ઝડપાયું, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

|

May 09, 2021 | 5:58 PM

કોરોનાના કપરા સમયમાં પણ રૂપિયા રળવા લોકો કાળા કામ કરવાનું ચુકતા નથી. સુરતના અમરોલી વિસ્તારના દુખીયાના દરબાર રોડના ફાર્મ હાઉસમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે.

કોરોનાના કપરા સમયમાં પણ રૂપિયા રળવા લોકો કાળા કામ કરવાનું ચુકતા નથી. સુરતના અમરોલી વિસ્તારના દુખીયાના દરબાર રોડના ફાર્મ હાઉસમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સુરત પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નરેશ ડાભી અને જીગર ભાલાળાને 7.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

આ ઈસમો પાસેથી 1200 લીટર મિથાઈલ પ્રવાહી, સેનેટાઈઝર 900 લીટર અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ નકલી સેનેટાઈઝર પાંચ લીટરના કેરબામાં ભરી ભળતા નામથી છુટક બજારમાં વેચાણ કરતા હતા.

આ પહેલા વડોદરામાં પણ નકલી સેનેટાઇઝર બનવવાના આરોપસર ફેકટરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. એ. કે. એન્ટરપ્રાઈઝના સંચાલક નીતિન કોટવાણીની ધરપકડ કરાઈ અને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા તેની ધરપકડ કરાઈ હતી. વડોદરા PCB એ ગોરવા BIDCમાં આવેલી ફેકટરી પર દરોડો પાડી 47 લાખથી વધુનો મુદ્દામાલ સિઝ કર્યો હતો.

એ. કે. એન્ટરપ્રાઈઝ દ્વારા 10 કરોડની રકમનું નકલી સેનેટાઇઝર બજારમાં ફરતું કરી દીધું છે. બજારમાં વેચી દેવાયેલો નકલી સેનેટાઇઝરનો જથ્થો કબ્જે કરવાની પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરામાં બે અલગ અલગ સ્થળોએથી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Next Video