ભાગેડુ મેહુલ ચોકસી ફરી એકવાર ચર્ચામાં છે. પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો લગાવીને વિદેશમાં જાહોજલાલીથી જીવન જીવતો મેહુલ ચોકસી ભારતની પકડમાં આવતા આવતા બચી ગયો. આ વખતે ભારત લઇ આવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. તે વચ્ચે ભાગેડુ ચોકસી છટકી જવામાં કામિયાબ રહ્યો. ભાગેડુ ચોકસી કેરિબિયન દેશ ડોમિનિકામાં પકડાયો હતો.
કેરેબિયન દેશ ડોમિનિકામાં પકડાયેલા ચોક્સી વિરુદ્ધ પુરાવાનાં થોક લઈને ભારતીય ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ત્યાં પહોંચી હતી. આથી આશંકા જતાવવામાં આવી રહી હતી કે તેને ભારત લાવવામાં આવી શકે છે. હવે આ મામલો હાલ માટે મુલતવી રાખવામાં આવ્યો છે, ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ભાગેડુ ચોકસીને ભારત લાવવા ગયેલી ટીમનું વીમા શુક્રવારે રાત્રે 11:02 વાગ્યે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યું હતું. વિમાનમાં સવાર ટીમનું નેતૃત્વ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ શારદા રાઉત કરી રહ્યા હતા.
ડોમિનિકાની અદાલતથી ચોકસીને ભારત લાવવા પહેલા તેને કેટલોક થોડો સમય મળી ગયો છે. પીએનબી સાથે રૂપિયા 13,500 કરોડના છેતરપિંડી મામલે ચોક્સી અને તેનો ભાણીયો નીરવ મોદી વોન્ટેડ છે. ચોક્સી વિરુદ્ધ એક મજબૂત કેસ હતો. તેમ હોવા છતાં ડોમિનિકાની કોર્ટે આ કેસ મોકૂફ રાખ્યો છે અને હવે પછીની સુનાવણીની તારીખ નક્કી કરવામાં પણ નથી આવી.
ખાનગી સમાચાર સંસ્થાઓના અહેવાલ અનુસાર વિરોધી પક્ષો સાથે ચોક્સીના વકીલો ન્યાયતંત્ર ઉપર દબાણ લાવવામાં સફળ રહ્યા. કોર્ટે એન્ટિગુઆથી ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશ કર્યો હોવાની જગ્યાએ વકીલોની આ અરજીને સ્વીકારી લીધી કે ચોક્સીનું અપહરણ કરીને ત્યાં લાવવામાં આવ્યો હતો.
જ્યારે, પુરાવા બતાવે છે કે ચોક્સી ક્યુબા ભાગવાની તૈયારીમાં હતો. ચોક્સી હાલમાં એન્ટિગુઆ અને બાર્બુડાનો નાગરિક છે. ગયા અઠવાડિયે તેની એન્ટિગુઆથી ગેરકાયદેસર રીતે ડોમિનીકા પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકાર હજુ પણ તેને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: આ રાજ્ય સરકારની જોરદાર પહેલ, વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે શરુ કરાયું ખાસ રસીકરણ અભિયાન
આ પણ વાંચો: 98 વર્ષીય Dilip Kumar ની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ