Greta Thunberg વિરુધ્ધ દિલ્લી પોલીસે દાખલ કરી એફઆઈઆર, ખેડુતોને ભડકાવવાનો આરોપ

|

Feb 04, 2021 | 4:46 PM

 Greta Thunberg વિરુધ્ધ દિલ્લી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં ભારત વિરુધ્ધ પ્રોપોગેન્ડા ફેલાવવાનો આરોપ છે.

Greta Thunberg વિરુધ્ધ દિલ્લી પોલીસે દાખલ કરી એફઆઈઆર, ખેડુતોને ભડકાવવાનો આરોપ

Follow us on

ટીન ક્લાઇમેટ એક્ટીવિસ્ટ  Greta Thunberg વિરુધ્ધ દિલ્લી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇ ભડકાઉ ટ્વીટ કરવા બદલ ગ્રેટા થનબર્ગ વિરુધ્ધ દિલ્લી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ભારત વિરુધ્ધ પ્રોપોગેન્ડા ફેલાવવાનો આરોપ છે.ગ્રેટા વિરુધ્ધ 153 A, 120 B અંતર્ગત  વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કરેલી પહેલી ટ્વીટમાં ગ્રેટા થનબર્ગે લખ્યું હતુ કે અમે ભારતના ખેડૂત આંદોલન માટે એકતા દેખાડીએ છીએ. આ સાથે ગ્રેટા થબનર્ગે એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો હતો. આ સાથે જ ગ્રેટા દ્વારા એક ડોક્યુમેન્ટ શેર કરવામાં આવ્યું હતું જેમાં ભારત પર આંતરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના હતી. અને પાંચ ચરણોમાં દબાણ બનાવવાની યોજના હતી જોકે ત્યાર બાદ આ ટ્વીટ વિવાદમાં આવતા તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું
ખેડૂતોના મામલામાં વિદેશી હસ્તિયોની દરમિયાનગિરિ બાદ વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું વિદેશ મંત્રાલયે કહ્યુ કે એ જાણીને દુખ થયુ તે અમુક સંગઠનના લોકો પોતાનો એજન્ડા થોપવા નિવેદન બાજી કરી રહ્યા છે. કોઇપણ પ્રકારની કમેન્ટ કરતા પહેલ તથ્ય અને પરિસ્થિતિયોની તપાસ કરવી જરુરી છે. આવી સ્થિતીમાં કોઇપણ સેલિબ્રિટી દ્વારા સંવેદનશીલ ટ્વીટ કરવું કે હેશટેગ ચલાવવું જવાબદારીભર્યુ પગલું નથી.
FIR થયા બાદ ગ્રેટા થનબર્ગે ફરી ટ્વીટ કર્યું હતું કે ખેડુત આંદાલને મારો ટેકો છે, ધમખી અને નફરતથી હું ડરવાની નથી.
Next Article