દિલ્લી પોલીસે બે ખુંખાર ગુનેગારોના પગમાં ગોળી મારીને ઝડપ્યા

|

Mar 25, 2021 | 10:29 AM

દિલ્લીમાં ( Delhi ) અનેક ગુન્હામાં સંડોવાયેલા બે ખુંખાર ગુનેગારોને દિલ્લી ક્રાઈમ બ્રાન્ચે સામસામે ગોળીબાર બાદ ઝડપી પાડ્યા છે. બન્ને ગુનાગારોના માથે રોકડ રકમનું ઈનામ રાખ્યુ હતું. Delhi

ક્રાઈમ કેપિટલ બનેલ દિલ્લીમાં પોલીસ ( Delhi police ) બે ખુંખાર ગુનેગારોને પકડવા ગઈ ત્યારે ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે પણ ગોળીબાર કરતા બે ગુનેગારોને પગમાં ગોળી વાગતા ભાગી શક્યા નહોતા. બન્ને ગુનેગારોને પોલીસે પકડીને હોસ્પિટલ ભેગા કર્યા છે.

દિલ્લીમાં ગુનાખોરીઓ માજા મૂકી છે. એકને એક પ્રકારના ગુના કરવા ટેવાયેલા ગુનેગારોને પકડવા પોલીસે ધોંસ બોલાવી છે. દિલ્લી પોલીસે કેટલાક ગુનેગારો ઉપર ઈનામ પણ જાહેર કર્યું છે. આજે સવારે દિલ્લી ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે, પ્રગતિ મેદાન પાસે દિલ્લીના બે આરોપીઓ, રોહીત ચૌધરી અને ટીટુને પકડવા ગઈ હતી. એ દરમિયાન, બન્ને ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. અને ભાગી નિકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ પણ સ્વબચાવમાં ગુનેગારો સામે ગોળીબાર કર્યો હતો. જેમાં રોહીત ચૌધરી અને ટીટુને પગમાં ગોળી વાગતા તેઓ ભાગી શક્યા નહોતા. અને પોલીસે બન્ને ઈજાગ્રસ્ત આરોપીઓને પકડીને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

દિલ્લી પોલીસે દિલ્લીને ગુના મુક્ત કરાવનું સફાઈ અભિયાન હાથ ધર્યું છે. દેના ભાગરૂપે વર્ષોથી હાથ ના લાગેલા અને એકના એક જ ગુના કરતા આરોપીઓને પકડીને જેલભેગા કરવાના કામને અગ્રતા આપી છે. દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના હાથે ઈજા પામેલ રોહીત અને ટીટુ પૈકી એકના માથે ચાર લાખનું અને બીજાના માથે બે લાખનું ઈનામ રાખ્યુ હતું.

ઝડપાયેલા બન્ને ગુનેગારો ઉપર અનેક ગુન્હા નોંધાયા છે. દિલ્લી પોલીસ આ બન્નેને ઝડપી પાડવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. રોહીત ચૌધરી ઉપર રૂપિયા ચાર લાખ અને ટીટુના માથે રૂપિયા બે લાખનું ઈનામ હતું. પોલીસે બાતમીના આધારે મળેલી માહીતીના આધારે બંનેને ઝડપા પાડવા ટ્રેપ ગોઠવી હતી. આ દરમિયાન બન્ને ગુનેગારોને પોલીસની ગંધ આવી જતા, પોલીસ ઉપર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બદમાશોએ પોલીસ ઉપર છ રાઉન્ડ ગોળી છોડી હતી. દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ પણ રોહીત ચૌધરી અને ટીટુ ઉપર કરેલા ગોળીબારમાં બન્નેને પગે ગોળી વાગી હતી. પોલીસે બન્નેને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ બનાવને પગલે, દિલ્લીના અન્ય ગુનેગારોમા ફફડાટ વ્યાપી ગયો છે. ઝડપાયેલા રોહીત ચૌધરી અને ટીટુ ઉપર મકોકાના ગુન્હા નોંધાયેલા છે. આ ઉપરાંત અનેક ગુના પણ તેના માથે વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

 

 

Next Video