Rajkot : ક્રાઈમના કિસ્સા વધતા પોલીસ સતર્ક, ચીલઝડપ સહિતના ગુનામાં 8 શખ્સને ઝડપી પાડ્યા

|

Mar 15, 2023 | 12:57 PM

રંગીલા રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમના કેસ વધી રહ્યા છે,તો બીજી તરફ પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે.

Rajkot : ક્રાઈમના કિસ્સા વધતા પોલીસ સતર્ક, ચીલઝડપ સહિતના ગુનામાં 8 શખ્સને ઝડપી પાડ્યા

Follow us on

Rajkot : રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમના કેસ વધી રહ્યા છે, ત્યારે વધતા કિસ્સા સાથે પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે. ક્રાઇમ સમાચારોની વાત કરીએ તો બી ડિવિઝન પોલીસે ચીલઝડપના 5 આરોપીઓને ઝડપી પાડયા છે.તો SOG એ ગેરકાયદે ઇ સિગારેટ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, તો સાથે જ  રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને રાજકોટથી ઝડપી પાડયો છે.

પોલીસે ચીલઝડપના પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો

જો વિગતે વાત કરીએ તો ગત 10 તારીખે ધોળા દિવસે મહિલાના ગળામાંથી 3 તોલાના ચેઈનની ટુ વ્હીલર પર આવેલા શખ્સોએ ચીલઝડપ થઈ હતી.જેને લઇને B ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડયા હતા, જેમાં અલગ- અલગ 5 ચીલઝડપના અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. જેમાં શક્તિ નામના આરોપી સામે એક બે નહીં પરંતુ આવી ચીલઝડપના 42 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે.

SOG એ ગેરકાયદે ઈ-સિગારેટ સાથે બે શખ્શને દબોચી લીધા

તો આ તરફ રાજકોટ શહેર SOGએ ગેરકાયદે ઈ સિગારેટના જથ્થા સાથે દુષ્યંત પંડ્યા અને યુનુસ ગોરી નામના આરોપીને ઝડપી પાડયા છે. આ આરોપીઓ પાસેથી TUGBOAT ULTRA કંપનીની 18 ઇ સિગારેટ(વેપ) અને 2 ટુ વ્હીલર સહિત કુલ 82 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

વડોદરાનો ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

બીજી બાજુ વડોદરા જિલ્લાના ચાણોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના છેલ્લા દોઢ વર્ષથી ફરાર ઈશ્વર કુમાર નામના 23 વર્ષીય આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આજીડેમ ચોકડી નજીકથી ઝડપી પાડયો છે.આ ઉપરાંત આ આરોપી રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Next Article