Crime: લગ્ન માટે 15 વર્ષની સગીરાનો 60 હજારમાં સોદો, દિલ્હી પોલીસે રેસક્યું કરી આગ્રાથી છોકરીને મુક્ત કરાવી, 2 ની ધરપકડ

|

Oct 18, 2021 | 9:10 AM

Delhi Police: દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ જિલ્લામાં અપરાધ અને ગુનેગારોને રોકવા માટે 'અંકુશ' અભિયાન શરૂ કર્યું છે

Crime: લગ્ન  માટે 15 વર્ષની સગીરાનો 60 હજારમાં સોદો, દિલ્હી પોલીસે રેસક્યું કરી આગ્રાથી છોકરીને મુક્ત કરાવી, 2 ની ધરપકડ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

15 વર્ષીય છોકરી ઉત્તર પશ્ચિમ દિલ્હી (Delhi) માંથી ગુમ થયાના એક મહિના પછી, દિલ્હી પોલીસે તેને ઉત્તરપ્રદેશના આગ્રા (Agra) માંથી બચાવી હતી. કથિત રીતે, સગીરને અહીં લગ્ન માટે 60 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી.

છોકરી ખરીદનાર વ્યક્તિની ઓળખ ગોપાલ લાલ તરીકે થઈ છે. ગોપાલલાલની સાથે અન્ય એક શકમંદ નીરજ સોનકરની પણ પોલીસે ધરપકડ કરી છે. નીરજ પહેલેથી જ છોકરીને ઓળખતો હતો અને તેને આગ્રા લઈ ગયો હતો. જોઈન્ટ પોલીસ કમિશનર આલોક કુમારે જણાવ્યું હતું કે, બે મહિલાઓ સહિત વધુ ત્રણ લોકો બાળકીના અપહરણ અને વેચાણ સાથે સંકળાયેલા છે.

 યુવતી સ્થાનિક રહેવાસી નીરજ સોનકરના સંપર્કમાં હતી
તેમણે કહ્યું કે છોકરીના માતા -પિતાએ 16 સપ્ટેમ્બરે શાલીમાર બાગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે યુવતી સતત સ્થાનિક રહેવાસી નીરજ સોનકરના સંપર્કમાં હતી. આ પછી, સોનકર પકડાઈ ગયો અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે છોકરીને આગ્રા લઈ ગયો અને છોકરીને ગોપાલ રાયને 60 હજાર રૂપિયામાં વેચી દીધી.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

દિલ્હી પોલીસ સ્પેશિયલ ઓપરેશન
દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ જિલ્લામાં અપરાધ અને ગુનેગારોને રોકવા માટે ‘અંકુશ’ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ‘અંકુશ’ અભિયાન 16-17 ઓક્ટોબરની મધ્યરાત્રિએ શરૂ કરવામાં આવ્યું હતું. નોર્થ-ઇસ્ટ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજય કુમાર સાઈને જણાવ્યું હતું કે આ નવા ઓપરેશન હેઠળ આર્મ્સ એક્ટ હેઠળ 11 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય બે દેશી બનાવટની પિસ્તોલ અને છરી વગેરે પણ મળી આવ્યા હતા.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર દારૂ વેચવા માટે અન્ય છ કેસ નોંધાયા હતા અને 60 લોકો પર જાહેર સ્થળોએ દારૂ પીવા બદલ આબકારી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. નેશનલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ માદક દ્રવ્યોના વેચાણના સંબંધમાં પાંચ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: Kisan Rail Roko Andolan: ખેડૂતોના રેલ રોકો આંદોલનના પગલે, યુપી-હરિયાણા અને પંજાબમાં એલર્ટ, 10થી 6 સુધી છે રેલ રોકો આંદોલન

આ પણ વાંચો: જુગ જુગ જીઓના સેટ પર કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનાં દિવાના થયા વરુણ ધવન, શેર કરી પોસ્ટ

Next Article