Chhotaudepur : ગેરકાયદેસર ખનનથી લોકોમાં રોષ, સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ

|

Jan 23, 2021 | 7:01 PM

Chhotaudepur : પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, ડુંગરોને તોડવાનું બંધ કરવામાં આવે તેવી માગ કરી, અહીં આવેલા....

Chhotaudepur : પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, ડુંગરોને તોડવાનું બંધ કરવામાં આવે તેવી માગ કરી, અહીં આવેલા ડુંગરોમાં ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે, છોટાઉદેપુર જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર જંગલો અને ડુંગરોની હારમાળામાં ઘેરાયેલો છે, આવા વિસ્તારોમાં સહેલાણીઓ પણ કુદરતી સૌંદર્યને નિહાળવા આવતા હોય છે, પરંતુ કુદરતના અખૂટ ખજાના પર હવે ખનન માફિયાઓની નજર પડી છે, પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામમાં ડુંગરના કિમતી પથ્થરોનું ગેરકાયદે ખનન થઈ રહ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, લોકોની માગ છે કે ખાણખનીજ વિભાગ ડુંગરોમાં ચાલી રહેલા ગેરકાયદે ખોદકામને અટકાવવામાં આવે

રાયપુર ગામ નજીક ચિત્તા ડુંગરી આવેલી છે. આ ચિત્તા ડુંગરી પર આદિવાસી સંસ્કૃતિના અવશેષો આવેલા છે. સુંદર અને રઢીયામળી આ ડુંગરીમાં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે, તેમ છતાં 2008માં આ ડુંગરીને ખાણખનીજ વિભાગે 128 સર્વે નંબરમાંથી ચાર હેક્ટર વિસ્તારને 20 વર્ષ માટે ગ્રેનાઈટનો પથ્થર કાઢવા મંજૂરી આપી દેતા લીઝ ધારકો બ્લાસ્ટ કરીને પથ્થરો કાઢીને લઈ જઈ રહ્યા છે,જેની સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

 

Next Video