
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ક્લેવોલ્સ નામની બિલ્ડીંગમાં પીસીબીએ રેડ પાડીને કોલસેન્ટર ઝડપી પાડ્યું છે. અમેરિકન નાગરિકોને મેડીક્લેમ કંપનશેસન ઝડપથી મળશે તેમ કહી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પીસીબીએ રેડ કરી કોલ સેન્ટરના મેનેજર ઉજ્જવલ શાહ અને માલિક પ્રશાંત શર્માની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટરના અન્ય માલિક આદેશસિંઘ તોમર ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અન્ય 6 લોકો પણ ત્યાં કોલર તરીકે કામ કરતા હતા. જોકે તેઓ આદિ ઈન્ફો સર્વિસ નામની કંપનીમાં કોલર તરીકે કામ કરતા હતા. જેના બન્ને માલિક આ કોલસેન્ટર ચલાવતા હતા. જોકે આ કર્મચારીઓને માત્ર એટલી સુચના હતી કે, અમેરિકન નાગરીકોને સરળતાથી મેડિક્લેઈમ મળે તે માટે કંપની કામ કરે છે અને જે વ્યક્તિ તેના માટે તૈયારી દર્શાવે તે માહિતી પુના ખાતે ચાલતા ઉમર માર્કેટિંગ સોલ્યુશનમાં મોકલી આપતા. જેથી ત્યાના માલિક એતેશ્યામ ખાનની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પોલીસની રેડ દરમિયાન એક હકિકત સામે આવી કે, આ પહેલુ એવુ કોલસેન્ટર હતું કે જ્યાં માત્ર કોલર તરીકે જ કામ થતું હતું. આ કોલ સેન્ટરમાં એક પણ રૂપિયાનું પ્રોસેર કે ક્લોઝર તરીકે કામ કરતા ન હતા. જેથી સ્ટાફ પણ આ કોલસેન્ટર ગેરકાયદેસર ચાલે છે તેની માહિતી ન હતી.
પરંતુ પોલીસે તપાસ કરતા હકિકત સામે આવી કે પુના ખાતે ચાલતુ અન્ય કોલસેન્ટર અમેરિકન નાગરિકોને 50 હજાર ડોલરનું કંપનશેસન આપવા માટે 5000 હજાર ડોલર વસુલતા હતા. જેનો હિસ્સો અમદાવાદના કોલસેન્ટરના માલિક અને મેનેજરને પણ મોકલતા હતા. તેથી પોલીસે આ કોલસેન્ટર સાથે સંકળાયેલા અન્ય ફરાર બે આરોપી આદેશસિંઘ તોમર અને પુનાના એતેશ્યામ ખાનની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 28 અઠવાડિયાના ભ્રૂણના ગર્ભપાતની આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, કોલસેન્ટરના ગુનામાં પહેલી વખત કોલર અને ક્લોઝર અલગ અલગ બેસી પ્રોસિઝર કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હવે શહેરમાં ચાલતા તમામ કોલ સેન્ટરની તપાસ શરૂ કરી છે સાથે જ બોડકદેવમાંથી ઝડપાયેલા કોલસેન્ટરના તાર અન્ય કેટલા લોકો સુધી પહોંચે છે અને કોની કોની સંડોવણી સામે આવે છે તે તપાસ બાદ જ સામે આવે છે.