31 December નજીક આવતા જ અમદાવાદમાં બુટલેગરો સક્રિય, કુબેરનગરમાં ઝડપાયો દારૂ

|

Dec 17, 2020 | 11:23 PM

31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ અમદાવાદમાં બુટલેગરો પણ સક્રિય થયા છે. PCBની ટીમ દ્વારા સરદાર નગરમાંથી 596 દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. આમ તો કોરોના મહામારીના કારણે આ વર્ષે મોડી રાત સુધી 31મી ડિસેમ્બરની ઉજવણી થઈ નહીં શકે કેમકે અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં રાત્રી કફર્યું છે. પરંતુ પોલીસ એલર્ટ છે અને […]

31 December નજીક આવતા જ અમદાવાદમાં બુટલેગરો સક્રિય, કુબેરનગરમાં ઝડપાયો દારૂ

Follow us on

31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ અમદાવાદમાં બુટલેગરો પણ સક્રિય થયા છે. PCBની ટીમ દ્વારા સરદાર નગરમાંથી 596 દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. આમ તો કોરોના મહામારીના કારણે આ વર્ષે મોડી રાત સુધી 31મી ડિસેમ્બરની ઉજવણી થઈ નહીં શકે કેમકે અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં રાત્રી કફર્યું છે. પરંતુ પોલીસ એલર્ટ છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં મોટી માત્રામાં દારૂ પકડાવાનું શરૂ થયું છે. આ જ અંતર્ગત કુબેરનગર રેલવે ફાટક પાસેથી 72 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પડાયો છે. પોલીસે 596 દારૂની બોટલ સહિત ત્રણ વાહનો કબજે કરી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી, સાવન ઠાકોર, શ્રવણ બલિયો નામના શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

31મી ડિસેમ્બરે આ વખતે ઉજવણી નહીં થાય. પરંતુ સાંજના સમયે લોકો ભેગા થઈ શકે છે. જોકે એ દરમિયાન પણ યુવતીઓની હેરાનગતિ કે છેડતી ન થાય તે માટે શહેરની મહિલા પોલીસની પણ સાદા ડ્રેસમાં ખાસ બાજ નજર રહેશે.

Next Article