બોલીવુડ ડ્રગ્સ કેસનો તપાસનો રેલો ગાંધીનગર પહોંચ્યો, NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ફોરેન્સિક લેબમાં મોકલ્યા

|

Dec 15, 2020 | 2:13 PM

મુંબઇમાં બોલીવૂડના ડ્રગ્સ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. બોલીવૂડમાં ડ્રગ્સ કનેક્શનને લઇ NCB તપાસ કરી રહી છે. ત્યારે મુંબઇ NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. જેમાં દિપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિતના સ્ટાર્સ પણ સામેલ છે. ફોરેન્સિક લેબમાં આ તમામ સાધનોમાંથી ડેટા રિકવર કરવામાં આવશે. આ […]

બોલીવુડ ડ્રગ્સ કેસનો તપાસનો રેલો ગાંધીનગર પહોંચ્યો, NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ફોરેન્સિક લેબમાં મોકલ્યા

Follow us on

મુંબઇમાં બોલીવૂડના ડ્રગ્સ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. બોલીવૂડમાં ડ્રગ્સ કનેક્શનને લઇ NCB તપાસ કરી રહી છે. ત્યારે મુંબઇ NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. જેમાં દિપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિતના સ્ટાર્સ પણ સામેલ છે. ફોરેન્સિક લેબમાં આ તમામ સાધનોમાંથી ડેટા રિકવર કરવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા 45 દિવસમાં મોકલેલા 30 મોબાઇલ ફોનમાંથી ડેટા બહાર કાઢ્યા બાદ આ તમામ મોબાઇલ મુંબઇ NCBને પરત કરી દેવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, જે ડેટા અત્યાર સુધી રિકવર થયા છે તેમાંથી વોઇસ ક્લિપ, વીડિયો ક્લિપ, ચેટ મેસેજ ઉપરાંત કેટલાક શંકાસ્દ મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મુંબઇમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ સેમ્પલ પણ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જે લોકોના સાધનો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ સેલિબ્રિટીઓના મોબાઇલ છે. આ મોબાઇલમાં ઘણા રાઝ છે. NCBને આશા છે કે, આમાંથી મોટામોટા ડ્રગ્સ પેડલર્સના નંબર પણ મળશે. આ ઉપરાંત લેપટોપ, ટેબલેટ્સ અને પેન ડ્રાઇવની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, રિયા ચક્રવર્તી, તેનો ભાઇ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દિપિકા પાદૂકોણ સહિતના લોકોના મોબાઇલમાંથી ઘણા રાઝ ખુલે એમ છે.

Next Article