સુરેન્દ્રનગરઃ લીંબડી તાલુકાના રળોલ ગામેથી ક્લિનિક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના રળોલ ગામેથી પોલીસે બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. લીંબડી પોલીસને બાતમી મળી હતી કે રળોલ ગામે નકલી ડૉક્ટર ગેરકાયદે ક્લિનિક ચલાવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. જેના આધારે પોલીસે રેડ કરીને બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી દવાના જથ્થા સહિત 12 હજાર 571 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો […]

સુરેન્દ્રનગરઃ લીંબડી તાલુકાના રળોલ ગામેથી ક્લિનિક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો
| Updated on: Dec 15, 2020 | 7:07 PM

સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના રળોલ ગામેથી પોલીસે બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. લીંબડી પોલીસને બાતમી મળી હતી કે રળોલ ગામે નકલી ડૉક્ટર ગેરકાયદે ક્લિનિક ચલાવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. જેના આધારે પોલીસે રેડ કરીને બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી દવાના જથ્થા સહિત 12 હજાર 571 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 42 વર્ષની ઉંમરનો આ શખ્સ મૂળ પશ્ચિમ બંગાળનો છે તેનું નામ પરીતોસરાય દુલારામ છે. તે વર્ષોથી અહીં ક્લિનિક ચલાવતો હતો.