ભરૂચ: કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી, હત્યાને આત્મહત્યાનું આપ્યું હતું સ્વરૂપ

ભરૂચના મકતમપુર વિસ્તારમાં સમલૈગિંક સંબંધોમાં હત્યાની ઘટના બની છે. કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 30 વર્ષના યુવાન અબ્દુલ સિંધીનાં છેલ્લા 10 વર્ષથી સમલૈગિંક પ્રેમ સબંધ હતા અને બન્ને સાથે રહેતા હતા. બન્ને વચ્ચે અગમ્યકારણોસર ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલ નયના કિન્નરે તેના પ્રેમી અબ્દુલ સિંધીને […]

ભરૂચ: કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી, હત્યાને આત્મહત્યાનું આપ્યું હતું સ્વરૂપ
| Updated on: Nov 14, 2020 | 7:33 PM

ભરૂચના મકતમપુર વિસ્તારમાં સમલૈગિંક સંબંધોમાં હત્યાની ઘટના બની છે. કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 30 વર્ષના યુવાન અબ્દુલ સિંધીનાં છેલ્લા 10 વર્ષથી સમલૈગિંક પ્રેમ સબંધ હતા અને બન્ને સાથે રહેતા હતા. બન્ને વચ્ચે અગમ્યકારણોસર ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલ નયના કિન્નરે તેના પ્રેમી અબ્દુલ સિંધીને પેટનાં ભાગે છરીના ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલ અબ્દુલ સિંધીને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થતા પોલીસે કિન્નરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, શહેર અને જિલ્લામાં પડ્યો વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો