Bharuch: અંકલેશ્વરમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું, 11 ગેસ સિલિન્ડર સહિત રૂપિયા 55 હજારનો મુદ્દામાલ જપ્ત

|

Feb 20, 2021 | 11:18 PM

એક બાજુ મોંઘવારીએ માંજા મૂકી છે અને બીજી બાજુ નવા નવા કૌભાંડો બહાર આવે છે કે જે પડ્યા પર પાટુ વાગવા સમાન હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે સાથે રાંધણ ગેસના પણ ભાવ આસમાને પહોંચી ગયા છે

Bharuch: એક બાજુ મોંઘવારીએ માંજા મૂકી છે અને બીજી બાજુ નવા નવા કૌભાંડો બહાર આવે છે કે જે પડ્યા પર પાટુ વાગવા સમાન હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે સાથે રાંધણ ગેસના પણ ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે તેમ પણ કૌભાંડો આચરી લૂંટારાઓ જનતાને પડ્યા પર પાટુ માર્યા જેવુ કાર્ય કરી રહ્યા છે. ભરૂચના અંકલેશ્વરમાં ગેરકાયદે ચાલતા ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં પોલીસે 11 ગેસ સિલિન્ડર સહિત 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

આ પણ વાંચો: Motera Stadium: Cheteshwar Poojaraએ મેદાનની જૂની યાદો કરી તાજી, Zoom કોલમાં યોજી Virtual PC

Next Video