ધર્માંતરણના વિવાદમાં મોટા ખુલાસા : 1 કરોડમાં ઘર વેચી હિંદુઓને ચાલ્યા જવા લાલચ અપાઈ

|

Nov 21, 2021 | 2:05 PM

Bharuch Conversion Case:ભરૂચમાં તંત્રએ 2019 થી જ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે,પરંતુ ક્યાંક આ ધારો માત્ર ચોપડે જ હોય અને અમલમાં ન હોય તેવો ઘાટ ઘડાયો છે.

BHARUCH : ભરૂચના કાંકરિયામાં મુસ્લિમ ધર્માંતરણના વિવાદ વચ્ચે ભરૂચ શહેરમાં હિંદુઓને ઘર વેચી ચાલ્યા જવા લાલચ અપાઈ છે.એક તરફ લાલચ અને દબાણ આપી હિન્દુઓને મુસ્લિમ અંગિકાર કરવા મજબુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ હાથીખાન બજાર વિસ્તારમાં હિન્દુઓને એક કરોડ પ્રતિ ઘર લેખે ઘર વેચી ચાલ્યા જવા ઓફર કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર અહીંના રહિશોને વિદેશથી કોલ આવી રહ્યા છે.તેમજ મેસેજ અને વોટ્સએપ કોલથી મકાનો વેંચવા લાલચ અપાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં તંત્રએ 2019 થી જ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે,પરંતુ ક્યાંક આ ધારો માત્ર ચોપડે જ હોય અને અમલમાં ન હોય તેવો ઘાટ ઘડાયો છે.અગાઉ પણ જલારામ બાપાનું મંદિર વેચવાના અને હજીખાનામાં હિંદુઓના મંદિર–મકાનો વેચવાના બેનરો માર્યા હતા.ત્યારે વધુ એક વખત આવા બનાવો સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે અને સુરક્ષાને લઈ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે તંત્ર સમગ્ર મામલે પગલા લેશે કે માત્ર મુક પ્રેક્ષકની ભુમીકામાં રહેશે તે પણ એક મોટો સવાલ ઉદ્દભવ્યો છે.

ભરૂચના બહુચર્ચીત કાંકરિયા ધર્માંતરણ કેસમાં પોલીસે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. રિમાન્ડમાં લેવાયેલા આરોપીની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી છે કે, મુસ્લિમો દ્વારા અપાતી 2.5 ટકા જકાતના નાણાંનો ઉપયોગ ધર્મપરિવર્તન માટે કરાયો હતો.

આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150 થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. આ અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. તો મોટી સંખ્યામાં ગેઝેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad: અમૂલના 75 વર્ષ, ડૉ. કુરિયનની 100 મી જન્મજયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન

આ પણ વાંચો : Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ

Next Video