BHARUCH : જાણીતા તબીબ સાથે બ્લેકમેલિંગનો ખેલ, આરોપીની ધરપકડ

|

Mar 12, 2021 | 7:44 PM

BHARUCH : ભરૂચના જાણીતા તબીબ ડો.અસલમ જહાંને તેમના ક્લિનિકમાં કામ કરતી નર્સના પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ખોટા આક્ષેપ કરી બ્લેક મેલિંગ કરતા ચકચાર મચી છે.

BHARUCH : ભરૂચના જાણીતા તબીબ ડો.અસલમ જહાંને તેમના ક્લિનિકમાં કામ કરતી નર્સના પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ખોટા આક્ષેપ કરી બ્લેક મેલિંગ કરતા ચકચાર મચી છે.

ભરૂચના વેજલપુરમાં નર્મદા રિવર વ્યુ બંગ્લોઝ ખાતે રહેતાં તબીબ મહંમદ અસ્લમ મહમદઅલી જહાં પાંચબત્તી ખાતેની નવદીપ શોપિંગ સેન્ટરમાં સિફા નર્સિંગ હોસ્પિટલ ધરાવે છે. જેમાં વહિદા વલવી નામની મહિલાને ટ્રેઇની નર્સ તરીકે નોકરીએ રાખી હતી. દરમિયાન વહિદાનો પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો અનિલ રતિલાલ પરમાર હોસ્પિટલમાં આવી પત્નીના વતી એડવાન્સમાં ઉછીના રૂપિયા માંગતો હોવા સાથે પગાર વધારાની માંગણી કરાઇ હતી. તો સાથે જ નર્સ કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન કરતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જો કે બાદમાં બાદમાં દંપતિએ માફી માંગતાં તેને પરત ચાલુ રાખી હતી. 26 નવેમ્બરે અનિલે તબીબ પર ખોટા આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો. અને બ્લેકમેલિંગ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ અંગે તબીબે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 7:41 pm, Fri, 12 March 21

Next Video