BANASKANTHA: ભાભરમાં અસામાજિક તત્વોનો આતંક, ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ધરણાં

|

Jan 24, 2021 | 8:01 PM

બનાસકાંઠામાં અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધરણા પર ઉતર્યા છે.

BANASKANTHAના ભાભર તાલુકામાં અસામાજિક તત્વોના ત્રાસ સામે હવે વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોલીસ સ્ટેશન સામે ધરણા પર ઉતર્યા છે. ભાભર તાલુકામાં અસામાજિક તત્વોએ રત્નકલાકાર પર હુમલો કર્યો હતો. હુમલો કરનારા આ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધરણા પર ઉતર્યા છે. ગેનીબેનની સાથે 100થી વધુ લોકો ધરણામાં જોડાયા છે.

BANASKANTHAના ભાભરમાં કેટલાક અસામાજિક તત્વોએ ઠાકોર સમાજના યુવકો પર હુમલો કરતા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું કે ભાભરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં ભાભર પોલીસ નિષ્ફળ ગઈ છે. બેફામ બનેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી અસામાજિક તત્વોની ધરપકડ નહિ કરવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખશે.

Next Video