Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે – જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન

|

Oct 07, 2021 | 5:47 PM

સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં NCB મુંબઈ અને મહારાષ્ટ્રમાં ડ્રગ મુક્ત વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહી છે. અમે એક વર્ષમાં 320 લોકોની ધરપકડ કરી છે. અમે ફક્ત બોલિવૂડ સેલિબ્રિટીઓને નિશાન બનાવી રહ્યા નથી.

Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે - જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન
NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે. (ફાઇલ ફોટો)

Follow us on

મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટીમાં એનસીબીની રેડ દરમિયાન ભાજપના નેતા આર્યન ખાન (Aryan Khan Drug Case) સાથે જોવા મળ્યા બાદ નવો વિવાદ ઉભો થયો છે. NCP નેતા અને મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી નવાબ મલિકે NCB પર ગંભીર આરોપો લગાવ્યા છે. દરોડા દરમિયાન મોહન ભાનુશાળી (Mohan Bhanushali)  નામના વ્યક્તિ NCB ટીમ સાથે જોવા મળ્યા છે, જે સ્થાનિક ભાજપના નેતા પણ છે. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (Sameer Wankhede) આ બાબતે ખુલાસો આપ્યો છે અને મોહન ભાનુશાળીને પંચનામા માટે હાજર રહેલા અન્ય 9 લોકોમાંથી એક તરીકે જણાવ્યું છે.

એક હિન્દી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં, સમીર વાનખેડેએ મોહન ભાનુશાળી સાથે સંબંધિત સવાલના જવાબમાં કહ્યું- ‘અમે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે. તેમ છતાં, અમે તમને જણાવી દઈએ કે અમે 9 નામ આપ્યા છે, જેમણે પંચનામા કર્યા છે. તમામ કાર્યવાહી કાયદાના દાયરામાં કરવામાં આવી છે. ‘સમીર વાનખેડેએ આ વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે તે બોલિવૂડ સેલિબ્રિટીઝ પાછળ પડ્યા નથી. તેમણે કહ્યું કે હું પોસ્ટર બોય નથી, હું અને અમે બધા સરકારી નોકર છીએ અને અમારું કામ કરી રહ્યા છીએ. એનસીબી એક પ્રોફેશનલ ઓર્ગેનાઈઝેશન છે, જે કોઈ એનડીપીએસ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યું છે, અમે તેમની સામે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું.

મોહન ભાનુશાળીએ પણ સ્પષ્ટતા કરી હતી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બુધવારે મોડી સાંજે મોહન ભાનુશાળીએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું- “NCP નેતા નવાબ મલિકે મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. ભાજપને આ (ધરપકડ) સાથે કોઈ લેવાદેવા નથી. મને 1 લી ઓક્ટોબરના રોજ માહિતી મળી કે ડ્રગ પાર્ટી થવાની છે. હું વધુ માહિતી એકત્ર કરવા માટે NCB ના અધિકારીઓ સાથે ક્રુઝ પર ગયો હતો. ” જોકે, એનસીબીના નિવેદને મામલો વધુ જટિલ બનાવી દીધો છે કારણ કે આર્યનનો અન્ય વ્યક્તિ સાથેનો ફોટો પણ વાયરલ થયો હતો, જે મોહન ભાનુશાળીની નજીક હોવાનું અને પ્રાઈવેટ ઈન્વેસ્ટીગેટર હોવાનું કહેવાય છે.

NCB એ કહ્યું- આ ડ્રગ્સ સામેની કાર્યવાહી છે

સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં NCB મુંબઈ અને મહારાષ્ટ્રમાં ડ્રગ મુક્ત વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહી છે. અમે એક વર્ષમાં 320 લોકોની ધરપકડ કરી છે. 2 મોટી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ છે. ઘણા મોટી ગેંગ  અને ડ્રગ સિન્ડિકેટ પકડાયા છે. તમે પણ આમાંથી ઘણા લોકોના નામ જાણો છો. એનસીબીએ એક વર્ષમાં 100 કરોડથી વધારે કિંમતનો ડ્રગ પકડી પાડ્યું છે. આ કેસમાં પણ અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે એનડીપીએસ નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરીએ છીએ અને આમ કરવાનું ચાલુ રાખીશું.

Next Article