પશ્ચિમ બંગાળના બશીરહાટના બિથારી-હાકીમપુર ગ્રામ પંચાયતમાં ભારત-બાંગ્લાદેશ તરાલી સરહદ પર બીએસએફના (BSF) જવાનો દ્વારા 4 મહિલાઓ સહિત 9 બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં પ્રવેશતા ધરપકડ કરવામાં આવી હતી. તેઓને આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. આ બાંગ્લાદેશીઓ ભારતમાં કયા હેતુથી પ્રવેશ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ગઈકાલે પણ, દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળની બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતી વખતે 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. જેમાં 3 મહિલાઓ પણ શામેલ હતી. ભારતીય સીમામાં પ્રવેશ કરતી વખતે તમામ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર 112મી બટાલિયનના જવાનોએ તે સમયે બોર્ડર ગાર્ડ પર પેટ્રોલિંગ કરી કહિ હતી અને તેવામાં આ ઘુસણખોરોને તેને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન અનેક વિસંગતતાઓ પ્રકાશમાં આવી હતી. બીએસએફ જવાનોની તપાસ કર્યા બાદ તેઓએ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સૈનિકોએ બાંગ્લાદેશીઓને કસ્ટડીમાં લઇને સ્વરૂપનગર પોલીસને હવાલે કર્યા. ધરપકડ કરાયેલાઓમાં 4 મહિલાઓ અને 5 પુરુષો છે. આ 9 બાંગ્લાદેશીઓના મકાનો જેસોર અને ખુલ્ના જિલ્લાના જુદા જુદા ગામોમાં છે. તેઓ કેમ દેશમાં પ્રવેશ કરી રહ્યા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજેતરમાં જ કોલકાતાનો જેએમબી મોડ્યુલ એસટીએફની જાળમાં ફસાઈ ગયો હતો. લાલુ ઉર્ફે રાહુલ સેન નામના યુવકનું નામ તેમના લીંક મેન તરીકે જાહેર થયું હતું. લાલુએ આતંકવાદીઓને સાધનો પૂરા પાડ્યા હતા. જાણવા મળ્યું છે કે, લાલુ સેન સરહદ વિસ્તારમાં સક્રિય હતો. સરહદ પર લાલુ મૂળભૂત રીતે લેન-દેનનું કામ કરતો વ્યક્તિ હતે. લાલુ લોકોને દસ્તાવેજો વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો અથવા સરહદની આજુબાજુ વિવિધ પ્રકારની ચીજોનો આપલે કરતો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે, લાલુ જેવી અનેક ગેંગ સરહદ પર સક્રિય છે.