ARVALLI : ભિલોડાના કિશનગઢમાં ચોરી, તસ્કરો દુકાનમાંથી CCTVનું DVR પણ ચોરી ગયા

|

Oct 31, 2021 | 6:34 PM

.તસ્કરો દુકાનમાં લગાવેલા CCTVનું DVR પણ ચોરી કરી ગયા છે.જ્યારે પાસેની દુકાનમાં લગાવેલા CCTVમાં ચોરીની ઘટના કેદ થઈ છે.

ARVALLI : અરવલ્લી જિલ્લાના ભિલોડાના કિશનગઢમાં ચોરીની ઘટના સામે આવી છે.કિશનગઢમાં એક કરિયાણાની દુકાનમાં 25 હજાર રૂપિયાની રોકડ સહિત અન્ય ચીજ વસ્તુઓની ચોરી થઈ છે..તસ્કરો દુકાનમાં લગાવેલા CCTVનું DVR પણ ચોરી કરી ગયા છે.જ્યારે પાસેની દુકાનમાં લગાવેલા CCTVમાં ચોરીની ઘટના કેદ થઈ છે.ફરિયાદ બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે. 3 દિવસ પહેલા અરવલ્લીમાંથી દુકાનો અને મોલમાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ હતી. નવાઈની  વાત એ છે કે આ ગેંગ મહિલાઓની છે. તેઓ દિવસ દરમિયાન મોલ અને દુકાનોમાં જઈ ચોરી કરતા હતા. આ ગેંગ મૂળ રાજસ્થાનની છે અને અરવલ્લીની ઘણી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો.

તો 6 દિવસ પહેલા અરવલ્લીમાં LCB પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના આરોપીઓને પકડી પાડી હતી.
ગેંગના આરોપીઓએ 21 ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. ઘરફોડ ચોરીમાં સામેલ 6 આરોપીઓ તેમજ અન્ય 2 આરોપીઓને અરવલ્લી LCB એ દબોચી લીધા હતા. LCBની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગના આરોપીઓ દિવસે કે રાત્રે રેકી કર્યા બાદ બંધ મકાનના તાળાં તોડતા હતા. આ ગેંગના આરોપીઓ પાસેથી કરિયાણાની 1,75,500 રૂપિયાની ચીજવસ્તુઓનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આ ખતરનાક રોગનું કારણ માત્ર શ્વસન સંબંધી રોગ જ નહીં પરંતુ વાયુ પ્રદૂષણ પણ છે, અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો

આ પણ વાંચો : PM MODI કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે, BJPનું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન

Next Video