Antilia Case: સચિન વાજેની તપાસમાં NIAને હાથ લાગી ડાયરી, 30 કરતા વધારે પબ અને બારનાં નામ હોવાનો ખુલાસો

|

Mar 31, 2021 | 4:57 PM

Antilia Case : મુકેશ અંબાણીનાં નિવાસસ્થાન એન્ટીલિયા બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવાનાં પ્રકરણમાં હવે ખુલાસા થવા લાગ્યા છે. NIA આખા કેસની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં તેમના હાથમાં વિનાયક શિંદેની ડાયરી લાગી છે.

Antilia Case : મુકેશ અંબાણીનાં નિવાસસ્થાન એન્ટીલિયા બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવાનાં પ્રકરણમાં હવે ખુલાસા થવા લાગ્યા છે. NIA આખા કેસની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં તેમના હાથમાં વિનાયક શિંદેની ડાયરી લાગી છે.

 

વિનાયક એ આરોપી છે કે જે સચીન વાજે વતી બાર અને પબમાંતી ઉઘરાણી કરતો હતો. આ ડાયરીમાં 30 કરતા વધારે પબ અને બારનાં નામનો ઉલ્લેખ હોવાનો ખુલાસો થયો છે. આ ડાયરીમાં કોની પાસેથી કેટલી વસુલી કરવાની છે તેનો પણ હિલાબ હોવાની શક્યતા બતાવાઈ રહી છે. સચિન વાજેની તપાસમાં વિનાયક શિંદેનું નામ બહાર આવ્યું છે અને તેની પાસેથી મળેલી ડાયરી એકબાદ એક રહસ્ય પરથી પડદા ઉઠાવી રહી છે. 

રવિવારના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે, NIAની ટીમ સચિન વઝેને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં મીઠી નદીના પુલ પાસે લઈને પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અને વાઝેની સામે જ 12 લોકોને નદીમાં ઉતારવામાં આવ્યા ત્યાર બાદ જે પૂરાવા મળવા લાગ્યા તે જોઈ NIAની ટીમને વિશ્વાસ થવા લાગ્યો કે મનસુખ હત્યાકાંડ અને એન્ટિલીયા મામલા સાથે જોડાયેલા અનેક પૂરાવાને વાઝે અને તેના સાથીઓએ પૂરાવાને નષ્ટ કરવા માટે નદીમાં ફેંક્યા હતા.

આ પહેલા સચિન વાઝેની રિમાંડ માગતી વખતે એનઆઈએ કોર્ટને કહ્યું હતું કે, વાઝે પાસેથી અનેક પૂરાવા પ્રાપ્ત થયા છે જેમાં 1.2 ટીબી ડેટા, અલગ-અલગ મોબઈલ ફોન, સળગેલા કપડા, કેટલાક દસ્તાવેજ સામેલ છે. એનઆઈએ કોર્ટને એ પણ કહ્યું કે, વાઝેની સર્વિસ રિવૉલ્વરમાંથી 30માંથી 25 ગોળી ગાયબ છે સાથે વાઝે પાસેથી 62 કારતૂસ મળી આવ્યા છે જેનો કોઈ રેકોર્ડ નથી.

અત્યાર સુધીની તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, મનસુખ હિરેનની હત્યામાં સચિન વાઝેનો જ હાથ છે પરંતુ NIAના સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ હત્યાકાંડમાં અન્ય લોકો પણ સામેલ છે જેની તપાસ NIA કરી રહી છે. હાલમાં જ NIAએ સચિન વાઝે, બુકી નરેશ અને મુંબઈ પોલીસના પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદેને સામ સામે બેસાડી બે વાર પૂછપરછ કરી છે. આવનારા સમયમાં પણ ત્રણેય આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ અન્ય ગુનેગારો પણ NIAના સંકજામાં આવી શકે તેમ છે.

Next Video