ANAND : ઉમરેઠના નાયબ મામલતદાર 2.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

|

Sep 24, 2021 | 7:56 AM

ACBએ લાંચ લેનાર નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ તેઓની ઓફિસ અને નિવાસસ્થાને વધુ તપાસ શરૂ કરી છે.

ANAND : આણંદ જિલ્લાના ઉમરેઠના નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.નાયબ મામલતદાર જયપ્રકાશ પુરુષોત્તમ સોલંકીએ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરી આપવાના બદલામાં 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી.જોકે ફરિયાદી આ લાંચ આપવાના નહોતા માગતા અને લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી.જેના આધારે ખેડા ACBએ છુટકું ગોઠવ્યું અને નાયબ મામલતદારને સવા બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા ACBએ લાંચ લેનાર નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ તેઓની ઓફિસ અને નિવાસસ્થાને વધુ તપાસ શરૂ કરી છે.

ખેડા ACB પોલીસે ગઈકાલે 23 સપ્ટેમ્બરે સાંજના સુમારે ભાલેજની તાડપુરા ચોકડી પાસે આવેલા અમન કોમ્પલેક્ષ પાસે છટકું ગોઠવીને ઉમરેઠની મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ સોલંકીને 3 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડીને તેમની વિરુદ્ધ આણંદ ACB પોલીસ મથકે ભ્રષ્ટ્રાચાર વિરોધી અધિનિયમની જુદી – જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Next Video