AMRELI : સાવરકુંડલા ભાજપના કાઉન્સિલર ડી.કે.પટેલ સામે છેડતીની ફરિયાદ નોંધાઇ

|

Mar 21, 2021 | 5:16 PM

AMRELI : સાવરકુંડલા ભાજપના કાઉન્સિલર ડી. કે. પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. સાવરકુંડલાની વિધવા મહિલા સાથે ડી. કે. પટેલે છેડતી કરી હોવાની ફરિયાદ થઇ છે.

AMRELI : સાવરકુંડલા ભાજપના કાઉન્સિલર ડી. કે. પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. સાવરકુંડલાની વિધવા મહિલા સાથે ડી. કે. પટેલે છેડતી કરી હોવાની ફરિયાદ થઇ છે. છેડતી અંગે વિધવા મહિલાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરની ચૂંટણીમાં ડી.કે.પટેલ ભાજપના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. મહિલા પાસે બિભસ્ત માંગણી અંગે ડી.કે.પટેલનો ઓડિયો પણ વાઇરલ થયો છે. પ્રદેશ ભાજપની સૂચનાથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ડી.કે.પટેલને સસ્પેન્ડ કર્યા છે. તેમને હાલ તમામ જવાબદારીઓમાંથી મુક્ત કર્યા છે.

 

 

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુલભજી કલ્યાણભાઈ જીયાણી (ડી.કે.પટેલ) પટેલ સામે ફરિયાદ થઇ છે. એક મહિલાએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

એક મહિલાના ઘરમાં ડી.કે.પટેલે ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. અને, વિધવા મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. અને ફોન પર બિભત્સ માગણી કરી હોવાનો તેમના પર ફરિયાદમાં આરોપ છે. મહિલા તરફથી સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધવાતા ડી.કે. પટેલની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બિભત્સ માગણીનો ઓડિયો વાયરલથી રોષ

સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સદસ્ય ડી.કે. પટેલ અને મહિલા વચ્ચે વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહિલા પાસે બિભત્સ માંગણી કરતી ઓડિયો ક્લિપને લઈ લોકોમાં સ્થાનિક નેતા સામે રોષની લાગણી ફેલાઈ છે.

ભાજપે ડી.કે.પટેલને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા

ડી.કે.પટેલ સામે મહિલાએ બિભત્સ માગણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવતા ભાજપ તરફથી તાત્કાલીક પગલા ઉઠાવવામાં આવ્યા છે. અને, ડી.કે. પટેલને તાત્કાલીક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ACBના કેસમાં પણ ઝડપાયા છે ડી.કે.પટેલ

​​​​​​​ડી.કે. પટેલ ભૂતકાળમાં એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા. ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ કરતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો.

ચૂંટણી પહેલા હિસ્ટ્રીશીટરના બેનર લાગ્યા હતા
​​​​​​​થોડા દિવસ પહેલા જ યોજાયેલી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી પહેલા ડી.કે. પટેલ સામે તેના વિસ્તારમાં હિસ્ટ્રીશીટરના લાગેલા બેનર ચર્ચાનું કેંદ્ર બન્યા હતા.

Published On - 3:59 pm, Sun, 21 March 21

Next Video