VADODARA :આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ત્રણ શખ્સોની ધરપકડ
PCBની ટીમે દરોડા પાડી સાંકરદામાંથી આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.PCBની ટીમે ફેકટરીમાં હાજર ત્રણ શખ્સો સાથે લાખો રૂપિયાની દવા, રો માટિરીયલ અને પેકેજીંગ મશીનો જપ્ત કર્યા છે.
VADODARA : વડોદરા શહેરમાં દવાની આડમાં નશાનો વેપલો કરતી વધુ એક ફેક્ટરી ઝડપાઇ છે.બાતમીને આધારે PCBની ટીમે દરોડા પાડી સાંકરદામાંથી આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.PCBની ટીમે ફેકટરીમાં હાજર ત્રણ શખ્સો સાથે લાખો રૂપિયાની દવા, રો માટિરીયલ અને પેકેજીંગ મશીનો જપ્ત કર્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આયુર્વેદિક દવા બનાવવાની આડમાં ફેક્ટરીમાં નશીલી દવા બનાવવામાં આવતી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ પહેલા રાજકોટમાં આ રીતે નકલી સીરપ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ગત સપ્ટેમ્બર મહિનામાં રાજકોટમાં નકલી દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે એક્સપાયર થયેલી દવામાં ચ્યવનપ્રાશ, સીરમની ભેળસેળ કરવામાં આવતી હતી.આ ભેળસેળવાળી દવાને બોગસ ડોક્ટર પરેશ પટેલ મધુમેહનાશક નામે ઈમ્યુનિટી બૂસ્ટરના નામે લોકોને પધરાવતો હતો.
પરેશ પટેલ નામનો બોગસ ડોક્ટર એક્સપાયર થયેલી કફ સીરપ, કિડની અને અન્ય વિટામીનની દવાનો જથ્થો ખરીદતો હતો.જેમાં ભેળસેળ કરીને આયુર્વૈદિક દવાને નામે લોકોને વેચતો હતો. પરેશ પટેલ રાજકોટ જ નહીં, પણ સૌરાષ્ટ્રભરમાં નજીવા નફાની લાલચે જીવનરક્ષકના નામે જીવનભક્ષક સમાન દવા વેચતો હતો.લોકો આયુર્વેદિક દવાઓ આડઅસર નહીં કરે તેમ સમજીને ખરીદતા હતા.
આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે
આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા