Ahmedabad: ઓઢવમાં મહિલા સાથે દુષ્કર્મ, મહિલાએ પ્રતિકાર કરતા કર્યો હુમલો, પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા

|

Jan 12, 2022 | 6:34 PM

Ahmedabad: ઓઢવમાં ચોરી કરવા આવેલા બે લૂંટારાઓએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાદમાં આરોપીઓ મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

Ahmedabad: ઓઢવમાં મહિલા સાથે દુષ્કર્મ, મહિલાએ પ્રતિકાર કરતા કર્યો હુમલો, પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા
Odhav rape accused

Follow us on

Ahmedabad: ઓઢવમાં ચોરી કરવા આવેલા બે લૂંટારાઓએ મહિલા સાથે દુષ્કર્મ (exploitation of women) આચર્યાની ઘટના સામે આવી છે. બાદમાં આરોપીઓ મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી લીધા છે. ઘટનાની વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરે એકલી હતી ત્યારે આ બંને આરોપીઓ ચોરી કરવાના ઇરાદે ત્યાં પહોંચ્યા હતા. યુવતી ઘરે એકલી હોવાથી ઘરમાં પ્રવેશ કર્યો. રાજુભાઇનું નામ લઈને વાતચીત શરૂ કરી. ત્યાર બાદ જમવાના બહાને બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો અને યુવતી પર દુષ્કર્મ આચર્યું. એક આરોપીએ યુવતીને પકડી રાખી અને બીજાએ દુષ્કર્મ આચર્યું.  યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ તેની પર બ્લેડથી હુમલો કરી દીધો હતો જેનાથી યુવતી ઇજાગ્રસ્ત થઈ ગઈ.

યુવતીએ ચીસાચીસ કરતા બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડીને પોલીસે ફરિયાદ નોંધી હતી. અને ગણતરીની કલાકોમાં બન્ને આરોપીને ઝડપી લીધા.

યુવતી સાથે દુષ્કર્મ અને લૂંટની ગંભીર ઘટનાની માહિતી મળતા ઓઢવ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. યુવતીએ આરોપીની જે ઓળખ બતાવી હતી જેના આધારે પોલીસે મોબાઈલ ચોર, લૂંટારા અને નશો કરતા આરોપીઓનું લિસ્ટ મેળવીને તપાસ શરૂ કરી. જેમાંથી એક મોબાઈલ ચોરનો ચહેરો યુવતીએ જણાવેલા આરોપીથી મળતો હતો. જેથી પોલીસે મોબાઈલ ચોરની અટકાયત કરીને પૂછપરછ કરતા દુષ્કર્મનો ભેદ ઉકેલાયો. મોબાઈલ ચોર અને તેના મિત્રએ લૂંટ કરવા માટે યુવતીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. હાલ ઓઢવ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઓઢવમાં લૂંટ અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબની સતર્કતા અને માહિતીથી પોલીસ ગણતરીની કલાકોમાં આરોપી સુધી પહોંચીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ રહી. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇનામ દ્વારા પોલીસ કર્મચારીને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી.

આ પણ વાંચો: સચીન જીઆઈડીસી પ્રકરણમાં 100થી વધુ ઉદ્યોગકારોનો મોરચો, ખોટી રીતે સેમ્પલ લઈને ફેકટરી માલિકોને આરોપી બનાવ્યા હોવાનો આક્ષેપ

આ પણ વાંચો: હરિધામ-સોખડા મંદિરમા સંતો દ્વારા મારામારીની ઘટનાઃ યુવકના પિતાનો વીડિયો સામે આવ્યો, કહ્યું આમારા પર જોખમ છે

Published On - 5:53 pm, Wed, 12 January 22

Next Article