Ahmedabad: વેજલપુર પોલીસે કુખ્યાત આરોપી અમીન મારવાડીને ઝડપી લીધો

|

Jan 22, 2021 | 6:54 PM

Ahmedabad:વેજલપુર પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાઈ ગયો છે. હથિયારનો શોખ ધરાવતો અમીન મારવાડી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા

Ahmedabad:વેજલપુર પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાઈ ગયો છે. પોલીસે બાતમીના આધારે આરોપીને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસકર્મી પર કાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો.પરંતુ પોલીસે નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. હથિયારનો શોખ ધરાવતો અમીન મારવાડી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

 

 

હવામાં ફાયરિંગ કરતા દેખાતો આ શખ્સ છે અમીન મારવાડી. જેને પોલીસ કે કાયદોનો ડર નથી. કારણ કે આરોપીએ પોલીસથી બચવા માટે પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે જુહાપુરામાં હથિયાર સાથે એક વ્યક્તિ કારમાં ફરી રહ્યો છે. જેથી પોલીસ ત્યાં પહોંચી ત્યારે કારમાં રહેલ અમીન મારવાડીએ નાસવા માટે પોલીસકર્મી સિદ્ધરાજસિંહ પર કાર ચડાવી દીધી.આ દરમિયાન પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જુદા જુદા વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપી અમીન મારવાડી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને પકડતા તેની ગાડીમાંથી રિવોલ્વર, તલવાર, બે બેઝબોલ તેમજ છરી જેવા હથિયારો મળી આવ્યા હતા.જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી સિદ્ધરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Next Video