Ahmedabad: ફરી એક વાર મળી આવ્યું ડ્રગ્સ, કારંજ પોલીસે 3.30 ગ્રામ જથ્થા સાથે એક આરોપી ઝડપી પાડ્યો

|

Dec 31, 2021 | 5:40 PM

Ahmedabad: ફરી એક વાર ડ્રગ્સ બાબતે પોલીસે પેડલરોની કમર તોડવાનો પ્રયાસ કર્યો. બાતમી આધારે એક પેડલરની ધરપકડ કરી 3.30 ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડ્યું છે.

Ahmedabad: ફરી એક વાર મળી આવ્યું ડ્રગ્સ, કારંજ પોલીસે 3.30 ગ્રામ જથ્થા સાથે એક આરોપી ઝડપી પાડ્યો
કારંજ પોલીસે 3.30 ગ્રામ જથ્થા સાથે એક આરોપી ઝડપી પાડ્યો

Follow us on

Ahmedabad: ફરી એક વાર ડ્રગ્સ બાબતે પોલીસે પેડલરોની કમર તોડવાનો પ્રયાસ કર્યો. બાતમી આધારે એક પેડલરની ધરપકડ કરી 3.30 ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડ્યું છે. આરોપી અન્ય કોઈ નહિ પણ ડ્રગ્સનો મોટો સપ્લાયર ફિરોઝ ચોરનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. ફોટોમાં દેખાતો આ આરોપી છે મોહમદ લતીફ શેખ. જે પટવા શેરીમાં રહે છે. આરોપી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળવાનો હોવાની બાતમી મળતા જ કારંજ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ. આરોપી પસાર થતા જ તેને રોકીને તપાસ કરવામાં આવી. તો આરોપી પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 3.30 ગ્રામ એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરવામાં આવતા તેણે અનેક કબૂલાત કરી છે.

પકડાયેલ આરોપી મોહમ્મદ લતીફ પોતે એમડી ડ્રગ દરિયાપુરના ઈરફાન મારવાડી પાસેથી લાવ્યો હતો. એક ગ્રામના 10 હજારની કિંમતનું હોવાથી આરોપી 30 હજારમાં આ ડ્રગ લાવ્યો અને કોઈ વ્યક્તિને આપવાનો હતો. આરોપી પોતે તો ડ્રગ પેડલર છે જ પણ તેનો ભાઈ ફિરોઝ ચોર નશાની દુનિયામાં મોટું નામ ધરાવે છે. તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ફિરોઝ ચોરની ધરપકડ કરી હતી. ત્યારે બને ભાઈઓ ક્યાં ક્યાં ડ્રગ સપ્લાય કરતા હતા કેટલા સમયથી લોકોને નશાની આદત પડાવી રહ્યા છે જેવી દિશામાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

આરોપી અગાઉ પણ ક્યારેય પકડાયો છે કે કેમ તે બાબતે હવે તપાસ થશે. સાથે જ ફરી એક વાર પટવા શેરીનો વ્યક્તિ એમડી ડ્રગ સાથે પકડાયો અને અગાઉ પણ પટવા શેરીના અનેક લોકો એવા ગુનામાં પકડાતા હવે તમામ ખેપિયાઓની કે પેડલરો ની કમર તૂટી રહી છે તેવું ચોક્કસથી કહી શકાય.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અમદાવાદમાં યુવકે પોતે જ રચ્યું પોતાના અપહરણનું તરકટ, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું થઈ જતા પોતાના જ અપહરણનું તરકટ રચ્યું હોવાની ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ રવિ પંડ્યાનું 27મી તારીખે અપહરણ થયું હોવાની નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. જે બાદ સ્થાનિક પોલીસથી લઈ ક્રાઇમ બ્રાંચ દોડતી થઈ હતી. કારણકે અપહરણકારો પૈસાની માંગણી કરતા હતા. જો કે ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા રવિ પંડ્યા જયપુરથી પકડાઈ ગયો હતો. પરતું રવિ પંડ્યા અપહરણ થયું ન હતું. પોતે અપહરણની ખોટી જાહેરાત કરી પોલીસને ગુમરાહ કર્યો હોવાથી રવિ પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ તેની ધરપકડ કરવામાં આવી છે. રવિને 2 લાખનું દેવું થઈ જતા પરિવાર જોડે રૂપિયા મેળવવા માટે અપહરણ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ARIIA Rankings 2021: અટલ રેન્કિંગમાં IIT મદ્રાસ આ વર્ષે પણ પ્રથમ સ્થાને, જુઓ ટોપ 10 લિસ્ટ

આ પણ વાંચો: NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો

Next Article