Ahmedabad : કર્ફ્યુના સમયે હુક્કાની મહેફિલ માણતા નબીરા ઝડપાયા, મેચ જોવા સાથે માણતા હુક્કાની મજા

|

Apr 30, 2021 | 6:19 PM

Ahmedabad: કોરોના સમયે લાગેલા કર્ફ્યુનો કેટલાક લેભાગું લોકો લાભ ઉઠાવતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક હુક્કાબારનો પર્દાફાશ થયો છે. આરોપીઓ મેચ જોવાની સાથે હુક્કો પીતા હતા. 800 રૂ. નો એક હુક્કો આરોપી અદનાન આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

1 / 5
અમદાવાદમાં એક યુવાને 800 રૂપિયામાં હુક્કા સાથે આઇ.પી.એલ મેચ બતાવવાનો નવો ધંધો શરૂ કર્યો હતો જેની પોલીસને જાણ થતા રેડ કરી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે સાથે જ ચાર સગીરો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

2 / 5
જુહાપુરાના અદનાન ગાંધીએ પોતાના ઘરમાં જ હુક્કા બાર શરૂ કરી દીધો હતો. જેની જાણ પોલીસને થતાં  અદનાન ગાંધી સમેત અયાન નિલગર, અબુતુરાબ પઠાણ, મહોમદ ઝેઇદ પઠાણ, આદિલ ખત્રી, ઝેઇદ વોહરા, મુબિન સૈયદ નામના સાત પકડાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી

3 / 5
આરોપી અદનાન એકાદ વર્ષથી ઘરમાં જ હુક્કા બાર ખોલીને બેઠો હતો. તેમાંય કર્ફ્યૂ હોવાથી પોલીસ રોડ પર ફરજ બજાવતી હોવાથી તેણે વધુ લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું હતું.

4 / 5
આઇપીએલ મેચ ચાલતી હોવાથી યુવાનો અહીં મેચ જોવાની સાથે હુક્કો પીતા હતા. 800 રૂ. નો એક હુક્કો આરોપી અદનાન આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

5 / 5
આમ કોરોનાના કાળમાં જ્યારે સરકારે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે ત્યારે અમુક લોકો તેની અવગણના કરીને નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે.

Next Photo Gallery