Ahmedabad : સોલા સિવિલમાં એક નવજાત બાળકીનું અપહરણ, કોણે કર્યું બાળકીનું અપહરણ ?

|

Sep 02, 2021 | 12:36 PM

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને સોલા સિવિલના કામગીરીને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. અમદાવાદની નામાંકિત સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થયું છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને સોલા સિવિલના કામગીરીને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. અમદાવાદની નામાંકિત સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થયું છે.

બાળકીના અપહરણ બાદ હોસ્પિટલ તંત્રમાં દોડધામ

પ્રાપ્ત માહિતી અનુસાર સોલા હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર સહિત પોલીસ વિભાગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે તાબડતોબ હોસ્પિટલમાં પહોંચેલી પોલીસે બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલ પોલીસે સોલા હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવાની કામગીરી આરંભી દીધી છે.

નોંધનીય છેકે બાળકીના માતાપિતાના જણાવ્યા પ્રમાણે આ ઘટના બની ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં જે વોર્ડમાંથી બાળકીનું અપહરણ થયું છે તે વોર્ડના સીસીટીવી બંધ હતા.

31 ઓગસ્ટે બાળકીનો જન્મ થયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સરસ્વતી રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કે તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી.

પોલીસે બાળકીને શોધવા ટીમો બનાવી
હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે. હાલમાં આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતો કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. એ ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી છે.

Published On - 12:33 pm, Thu, 2 September 21

Next Video