AHMEDABAD: નારણપુરામાં પ્રખ્યાત કંપનીના નામે નકલી ખાદ્યતેલ વેચનારા 4 ઝડપાયા

|

Feb 28, 2021 | 11:13 PM

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રખ્યાત કંપનીના નામે નકલી ખાદ્યતેલ વેચનારા 4 શખ્સો ઝડપાયા છે. નારણપુરા વિસ્તારના આકાશ ફ્લેટ્સ પરિશ્રમ ટાવર પાસે આવેલા તિરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફોર્ચ્યુન બ્રાંડના સનફ્લાવર તેલના ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા છે.

AHMEDABAD: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રખ્યાત કંપનીના નામે નકલી ખાદ્યતેલ વેચનારા 4 શખ્સો ઝડપાયા છે. નારણપુરા વિસ્તારના આકાશ ફ્લેટ્સ પરિશ્રમ ટાવર પાસે આવેલા તિરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફોર્ચ્યુન બ્રાંડના સનફ્લાવર તેલના ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા છે. પોલીસે રેડ કરીને તપાસ કરતા દુકાનમાં વિક્રમ ચૌધરી નામના વેપારી પાસેથી 5 ડબ્બા ઝડપી લીધા હતા. આરોપીને પકડી તેણે આ તેલના ડબ્બા કોની પાસેથી મંગાવ્યા છે તે તપાસ કરાતા તેણે શૈલેષ મોદી પાસેથી લીધા હોવાનું કબુલ્યું હતું. જે બાદ વેપારીએ શૈલેષ મોદીને ફોન કરીને બીજા તેલના ડબ્બાઓ મંગાવતા શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામના બે શખ્સો લોડિંગ રિક્ષામાં 11 ડબ્બાઓ લઈને આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી.

 

 

પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પુછપરછ કરતા તેઓ આ તેલના ડબ્બા ઓઢવના મહેશ પટેલ અને અજીત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું ખુલાસો થયો છે. આરોપીઓએ અદાણી વિલમાર કંપનીના ફોર્ચ્યુન સનફલાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલના બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવી સનફલાવર તેલના ડબ્બા જેટલી જ કિંમત લઈને કંપની અને લોકો સાથે ઠગાઈ આચરી છે. નારણપુરા પોલીસે 45 હજારથી વધુની કિંમતના 16 તેલના ડબ્બા ઝડપી 4 શખ્સોની ધરપકડ કરી છે.

 

આ પણ વાંચો: રાશિદ અલવીએ પણ આપી કોંગ્રેસને સલાહ, કહ્યું ભાજપ જીત માટે દિવસ-રાત કરે છે મહેનત

Next Video