Ahmedabad : ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

|

Jan 20, 2021 | 2:22 PM

Ahmedabad : ધોળકામાં એસીબીની ટીમે લાંચિયા મામલતદારને ઝડપી પાડ્યા છે. મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

Ahmedabad : ધોળકામાં એસીબીની ટીમે લાંચિયા મામલતદારને ઝડપી પાડ્યા છે. ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. એસીબીની ટીમે હાર્દિક ડામોરની સાથે એક વચેટિયાને પણ ઝડપી પાડ્યો છે. જગદીશ પરમાર નામનો આ શખ્સ અગાઉ નગરપાલિકામાં પણ મહત્વના હોદ્દા પર રહી ચુક્યો છે. ત્યારે બંને વ્યક્તિ લાંચ સ્વીકારતા પકડાયા છે. તેમણે જમીનમાં નામ દાખલ કરાવવા અને ખેડૂત ખાતેદાર તરીકે નામ ચાલુ રાખવા 70 લાખની લાંચ માગી હતી. જેમા વાતચીતના અંતે 25 લાખમાં સોદો નક્કી થયો હતો. જોકે તેઓ આ રકમ સ્વીકારતા જ એસીબીની છટકામાં ફસાઈ ગયા. મહત્વનું છે કે, એક જમીનના માલીક બિનખેડૂત ઠરાવેલા હતા. એટલે કે એક્સપ્રેસ-વેમાં તેમને જમીન સંપાદન કરવામાં 89 લાખનું વળતર ન મળે. જેથી ખેડૂત ખાતેદાર તરીકે નામ દાખલ કરાવવા માટે મામલતદારે આ લાંચ માગી હતી.

 

Next Video